________________
Mota
Ratnastas
તે આત્માની ત્રણ સ્થિતિ
:::
પ્ર. આત્માની ત્રણ સ્થિતિનું વાસ્તવિક જ્ઞાન શાથી થાય ?
ઉ૦ શ્રી વીતરાગ પ્રભુએ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે જે વિધિ
પુર:સર સામાયિક વ્રત કરવામાં આવે તે તેને જલદીથી આત્માની ત્રણ સ્થિતિનું જ્ઞાન થાય છે.
પ્ર. આત્માની ત્રણ સ્થિતિ કઈ અને તેને ફુટ રીતે સમજાવે.
ઉ૦ આત્માની ત્રણ સ્થિતિઃ-(૧) બહિરાત્મા, (૨) અંતરાત્મા
અને (૩) પરમાત્મા તે છે. જે શારીરાદિક ઔદયિક ભાવ કમજનિતને આત્મપણે ગણે અર્થાત્ ટુંકાણમાં જેની દેહાદિકમાં બુદ્ધિ છે તે બહિરાત્મા કહીએ. સામાયિકના સદૂભાવે સમભાવ પ્રાપ્ત થતાં આ દશા (બહિરાત્મપણું) નષ્ટ થાય છે અને આત્મા બહિરાત્મપણું ત્યાગ કરી અંતરાત્મા તરફ વળે છે. આત્મા અરૂપી, શરીરરૂપી, આત્મા અકૃત્રિમ, શરીર કૃત્રિમ, તે માટે કર્મવેગે શરીરાદિ મધ્યે રહ્યો પણ આત્મા ભિન્ન છે એવું જેને ભેદ જ્ઞાન થાય છે તે અંતરાત્મા કહીએ અર્થાત જે પુદ્ગલિક વસ્તુ અને - ત્મિક વસ્તુ જુદા જાણે છે, આવું જેને ભેદ જ્ઞાન થાય છે તે અંતરાત્મા છે. સમભાવ ભાવતાં ભાવતાં જવ અંતરાત્મા તરફ વળે છે. અને અંતરાત્માની સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી યા તે ભેદજ્ઞાન જાણવાથી સમક્તિ ગુણઠાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com