________________
[૪૮]
સામાયિક સવ.
રૂપજ છે. તે કેવળ ઉપચારેજ સુખરૂપ ભાસે છે અને જે ઉપચારથી સુખ છે તે ત પારમાર્થિક સુખ નથી. બાકી વાસ્તવિક સુખ તે મુક્ત આત્માને નિરુપ ચરિત સ્વાભાવિક આત્મિક આનંદ તેજ છે અને તે જ ખરૂં સુખ છે. જે શાતાને ઉદય તે પણ દુઃખજ છે અને જે અશાતાને ઉદય તે પણ દુઃખજ છે કારણકે શાતા અશાતા તે કર્મ છે અને જે કમને વિપાક છે તે આત્મિક ગુણ રોધક છે તેને કોણ સુખ કહે? તે માટે સકળ સંસારનાં જે સુખો છે તે સર્વ દુઃખ રૂપજ છે અને સર્વ પરભાવના રહિત સ્વાભાવિક આનંદ તેજ વાસ્તવિક સુખ કહી શકાય
અને તેજ પરમાનંદના કારણભુત છે. પ્ર૦ આ સાચું સુખ પ્રાપ્ત કરવાને કયે ઉત્કૃષ્ટ માગ છે? ઉ. આ આધ્યાત્મિક શાંતિ સુખ પ્રદાતા સામાયિક વ્રત છે.
તેથી જ વાસ્તવિક અને ચિરસ્થાયી શાંતિ-સુખે છે સંપાદન કરી શકે છે તે વિના દુન્યવિ વિલાસી પદાર્થોથી શાસ્વતા સુખની આશા રાખવી તે આકાશ કુસુમવત્ છે. સામાયિક વ્રત એજ શિવમાર્ગની સીધી સડક છે અને મુક્તિમહેલનું તે પ્રથમ પગથીઉં છે. જેનેતર વર્ગો કે જેઓની દષ્ટિ ન્યાયશીલ છે તેઓ પણ આ વ્રતનું સેવન કરે તે તેઓ પણ પિતાના આત્મા ઉપરથી પાપને ઘણે ભાર હળવે કરી નાંખે અને આત્મ-વિશુદ્ધિ કરે, જૈન બંધુ
એ તો આબાળવૃદ્ધ તમામે આ ઉત્તમ વ્રતનું સેવન કરવું જોઈએ અને તેજ આત્મ વિશુદ્ધિને સરલ અને
સાચો માર્ગ છે. કારણ કે ડહેળા પાણીમાં કચરો હેવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com