________________
[૧૬]
સામાયિક સધ.
તે મુનિરાજને વહેરાવવા ઘરની અંદર લેઈ ગયે અને ભક્તિ પૂર્વક મુનિરાજને વહેરાવ્યા. તે મુનિરાજ આહાર લેઈને ગયા પછી તે મુનિરાજની પ્રશંસા કરવા લાગ્યા. અને તેમના વિરાગ્યને માટે ધન્યવાદ દેવા લાગે. મુનિરાજના ગયા પછી તે મુનિરાજને વંદન કરી દુકાનમાં આવ્યું તે વખતે જુએ છે તે પેલા જવ તેણે જોયા નહિ.
આથી તેને વિચાર આવ્યો કે આ જવ તે મુનિરાજ સિવાય બીજો કોઈ લેનાર હવે જોઈએ નહિ. આ તે કઈ પાખંડ મુનિ જણાય છે અને આથી તેને ઘણે ક્રોધ થઈ આવ્યો અને મુનિની તપાસ માટે ગયે. મુનિરાજ બીજે સ્થળેથી જેવા વહેરીને નિકળે છે તેવા તેણે તેમને દીઠા, એટલે મુનિરાજને કહેવા લાગ્યું કે પેલા જવ લેઈ ગયા છે તે આપી દે. મુનિરાજ વસ્તુસ્થિતિને વિચાર કરી મૌનજ રહ્યા. આથી તે મુનિરાજને મૌન રહેલા જોઈ તેને ક્રોધ વચ્ચે, અને તે મુનિરાજને શિક્ષા કરવાનો વિચાર કરી તેમને પ્રચંડ તાપમાં ઉભા રાખ્યા અને વધુમાં માથા ઉપર લીલી કસકસતી વાઘર બાંધી દીધી. પગ તદ્દન ઉઘાડા તેથી પ્રચંડ તાપથી પગમાં ફેલા થયા અને લીલી વાઘર તંગ થવા લાગી જેથી મુનિરાજનું મસ્તક વધારે ને વધારે ભીંસાવા લાગ્યું. અને આ પ્રાણુત અસહ્ય વેદના સમભાવે સહન કરી અંતે શુભ ધ્યાનમાં દેવલોક પામ્યા. આ મુનિરાજનું નામ મેતારક મુનિરાજ હતું. તેઓએ પૂર્વભવમાં કુળમદ કર્યો હતો તેથી તેમને હરિજનને ત્યાં નીચ કુલમાં અવતાર લે પડ્યો હતે. આ મુનિરાજ અવશ્ય વાઘરની પીડાથી દેવલોક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com