________________
[૩૦]
સામાયિક સધ.
(૭) પરિજ્ઞા સામાયિક ઉપર– ધનદત્તનામના શેઠની કથા. ઈલાવર્ધન નામનું એક નગર હતું. ત્યાં ધનદત્ત નામને એક શેઠ રહેતું હતું. તેની સ્ત્રીનું નામ ધનવતી હતું. તે શેઠ વૃદ્ધ થવા છતાં તેને પુત્રનું સુખ નહીં હવાથી શેઠ શેઠાણ બને ખિન્ન રહેવા લાગ્યાં. કેઈ નિમિનિઆના કહેવાથી તે શેઠ ઈલાદેવીની ઉપાસના કરવા લાગ્યા. અને ઘોર તપશ્ચર્યાના પ્રભાવે દેવીની ઉપાસનાથી તેમને એક રૂપવાન પુત્ર પ્રાપ્ત થયે. તે ઈલાદેવીના પ્રભાવનું ફળ હોવાથી તે પુત્રનું નામ ઇલાચિપુત્ર પાડયું. તે ઈલાચીપુત્ર સેળ વર્ષની ઉમ્મરને હતે તે વખતે તેના મિત્ર સાથે તે ફરવા નિકલ્યો હતે. રસ્તામાં નટનું નાટક થતું હતું, તેથી નાટક જેવા બંને મિત્રે ઉભા રહ્યા. નાટક જોતાં જોતાં નટની પુત્રી જે ઢેલક વગાડતી હતી તેના ઉપર ઈલાચીપુત્રની દષ્ટિ પદ્ધ, અને તેના રૂપ ઉપર અત્યંત હિત થયે થકે તેની વૃત્તિ તેની સાથે લગ્ન કરવાની થઈ. ઘેર આવી તે બહુ રીસાયે. જેથી તેના બાપે તેનું રીસાવાનું કારણ પૂછ્યું, પરંતુ તેણે તે ન જણાવ્યું; જેથી તેના મિત્રને બોલાવી તેના બાપે તેના રીસાયાનું કારણ પુછયું. તેથી તેના મિત્રે સઘળે વૃત્તાંત કહ્યો. તેના મા-બાપ તેને કેઈ સારી કુલવતી રૂપવાન કન્યા પરણાવવા કહ્યું પરંતુ તેણે તે માન્યું નહિ, તેથી તેને છેવટે તે નટની કન્યાને પરણાવવાને વિચાર કરી તે નટને પોતાની પાસે બેલા, નટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com