________________
[૪૪]
સામાયિક સધ. રહે છે. તે કઈને કઈ પણ પ્રકારનાં આક્રોશ વચન કહી કેઈનું દિલ દુ:ખવતાં નથી. તેમ પોતે ઈષ્ટ યા અનિષ્ટ સંયેગોમાં પણ તટસ્થ રહી પોતાની શાંતિને ભંગ કરતા નથી અને તેથી જ આધ્યાત્મિક દશા પ્રાપ્ત કરે છે. માટે જ સમતાને જ્ઞાનીઓએ ધમને સાર, સુખ પામવાને ખરો ઉપાય, મુકિતનુ સાધન અને કલ્યાણના કારણભૂત કહી છે. આથી આત્માથીજનેએ હમેશાં તે પ્રાપ્ત કરવા પ્રયાસ સેવ અને તદર્થે સામાયિક વૃત લેવું તેજ હિતકર છે
અને તેજ ધમની ચાવી છે. પ્ર. સમતાવંતની વૃત્તિ કેવી હોય છે. ઉ૦ જે સમતાવંત હોય છે તેમની વૃત્તિ હમેશાં ઉદાસીન હોય
છે. તે રાગમાં લુબ્ધ થતા નથી તેમજ શ્રેષમાં મુંઝાતા પણ નથી. તે દરેક પ્રકારે પોતાની ચિત્તવૃત્તિ સમતોલ રાખી શકે છે. અને હમેશાં તેવા માણસનું કાર્ય નીતિવાળું અને પ્રણાણિક હોય છે. તેની મને વૃત્તિ હમેશાં વિભાવમાંથી વિરામ પામી સ્વ સ્વભાવમાં એટલે આત્મ સ્વભાવમાં રમે છે. જગતમાં વાહવાહથી તે રાજી થતું નથી તેમ તેની કેઈ નિંદા કરેતો તે કલેશ પણ પામતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com