________________
[૪૨
સાયિક સજ.
(૪)
૦
==
===e=@_===
સમતા-સ્વરૂપ.
સમતા સ્વરૂપ, પ્ર. સમતા એટલે શું? અને તેનું વાસ્તવિક સ્વરૂપ શું? ઉ૦ સમતા એટલે મનની શાંતિ, જે મનુષ્ય સમતાધારી છે
તે ગમે તેવા પ્રસંગમાં મનને, ચંચળ-અસ્થિર થવા દેતા નથી. સમતા મનને હમેશાં નિશ્ચલ સ્થિતિમાં રાખે છે. જેથી સમતામાં સ્થિતિ–સ્થાપકને ગુણ રહેલો છે. વળી તેમાંથી સમભાવ-એકીભાવ એટલે Equilibriam of mindનું પ્રકટીકરણ થાય છે. વળી સમતાવાળો જીવ હમેશાં ચડતી-પડતીમાં, સુખ-દુઃખમાં આ લેક, પરલેકમાં એકજ ભાવે રહે છે. આ સમતાબીજની નિશ્ચલતા થયા પછી જ આત્મોન્નતિના માર્ગે ચી શકાય છે. વળી સમતાથી એટલે હદયમાં ઉછળતા વાસનાના તરંગેના વિલય થવાથી આત્મનિરીક્ષણ પણ થાય છે. સમતાવંત પ્રાણીને આત્મ સ્વરૂપનું જ ચિંતવન થતું રહે છે. તે પરભાવમાં એટલે એહિક (આ દુનિયાની) લાલસામાં પડતા નથી. અને તેને તે તેઓ લાત મારી વેગળા જ રહે છે. તેમને જરા માત્ર પણ લોક–રંજન તરફ અપેક્ષા રહેતી નથી. પણ હમેશાં પિતાની ચિત્ત-વૃત્તિ શાંત રાખી દેહાધ્યાસ કરે છે. જગતમાં જે આત્માએ સમતા પ્રાપ્ત કરી છે તેને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com