________________
સામાયિક.
[૨૯] શાક મુનિને વહેરાવાઈ ગયું છે, કે તરત રખેને મહારાજ ભૂલથી તે શાક ખાઈ ન જાય, એવી બીકથી ઉતાવળી ઉતાવળી ઉપાશ્રયે આવી અને સર્વ વાત આચાર્યને કહી. અહીંયાં ઉપાશ્રયમાં પણ ધમચી મુનિને આવતાં આટલી બધી વાર કેમ થઈ એમ વિચાર થતાં આચાર્ય મહારાજ બે શિષ્યોને તેમની તપાસ માટે એકલતા હતા, એવામાંજ નાગશ્રીના આવવાથી સર્વ વાત સાંભળી. આચાર્ય મહારાજ તરતજ નાગશ્રી અને પિતાના બે શિષ્યો સાથે ધમરુચી મુનિ ગયા હતા ત્યાં ગયા. આચાર્યને મનમાં હેમ હતો કે ધમરુચી મુનિ રખેને બીજા જીવ ઉપર સમભાવ હોવાથી તેમજ તે ધર્મના રાગી હેવાથી શાક ખાઈ ન જાય. અને બન્યું પણ તેવું જ. ત્યાં જઈને જોયું તો એક બાજુ મુનિનું કલેવર પડયું હતું, અને પાસે મરેલી થેક કિવઓ પી હતી. મુનિરાજના મુખ ઉપર શાંતિ ઝળકી રહી હતી. આ જોઈ આચાર્ય બધું સમજી ગયા અને સર્વ વાત નાગશ્રી તેમજ શિષ્યોને સમજાવી. નાગશ્રીને પિતાની નજીવી ભૂલથી આટલો અનર્થ થએલે જાણી ખૂબ પશ્ચાત્તાપ થયો, અને ત્યાંને ત્યાંજ જે ધમમાં ઉપયોગ મુખ્ય છે એ જૈન ધર્મ અંગીકાર કર્યો અને શ્રાવિકાના બારેવતે ધારણ કર્યા. આચાર્યે પિતાની સાથેના સાધુને ઉપદેશ આપતાં કહ્યું કે-“ સર્વ પ્રાણપર સમભાવ રાખનાર આ મુનિવરે પોતાના નિમિત્તે અવદ્ય (પાપ) ન થાય એવું અનવદ્ય સામાયિક આરાધ્યું, તે આપણને તેમની શાંત મુદ્રા શિક્ષા આપી રહી છે કે આપણે પણ અનવદ્ય સામાયિકને ખપ કરવું જોઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com