________________
[૨૮]
સામાયિક સધ. પરઠવી દે. મહિનાના ઉપવાસી મુનિરાજ શાક પરઠવાને માટે નગરબહાર ગયા. નિર્દોષ જગ્યા શોધી કાઢી ત્યાં પાત્ર મૂકયું. પણ પાત્ર મૂકતાં મૂકતાં ત્યાં શાકના બે ત્રણ છાંટા જમીન ઉપર પડ્યા. તેથી ત્યાં કીધઓ ઉભરાઈ આવી, અને તે ખાતાં વેંત તે તમામ કીધઓ તરફડીને મરણ પામી. આ જોઈને શાક પરઠવાની તેમની હિંમત ચાલી નહિ. તેમણે વિચાર કર્યો કે આ બે–ત્રણ છાંટા પડતાં જ્યારે આટલી બધી કીએ મરી ગઈ, તે પછી બધું શાક પરઠવતાં તે કેટલે અનર્થ થાય? આ વિચારે તેઓ ખૂબ મુંઝાયા. વિચાર કરતાં કરતાં તેમને લાગ્યું કે “આ બિચારી કીડીઓ તેઈન્દ્રિય પ્રાણી છે, તેમને નથી બુદ્ધિ કે વિચાર જ્યારે હું પચેપ્રિય છું, મને વિચાર કરવાની પણ શકિત છે ત્યારે જે હું આ શાક અહી પરવું તે તેના સ્વાદથી કેટલા બધા જી મરણ પામે અને તે મરતાં મરતાંય રેદ્રધ્યાન કે આર્તધ્યાન કરતાં મરણ પામે એટલે તેઓ આથી પણ વધારે નીચી ગતિમાં જાય, વળી મેં જ્યારથી દીક્ષા અંગીકાર કરી છે ત્યારથી બધા જીની સાથે મારે સમભાવ છે માટે આ શાક મારે જ ખાઇને પ્રાણાંત કષ્ટ સહન કરી લેવું યોગ્ય છે. આમ વિચારતાં તેઓએજ શાક ખાઈ લીધું, અને તેના ઝેરની અસર તત્કાળ તેમની રગેરગમાં પ્રસરી ગઈ છતાં મુનિરાજે વહોરાવનાર પર ન કર્યો દ્વેષ કે ન કર્યો કોલ. તેઓ તે સમભાવે શુકલધ્યાને ચડતાં અશુભ કર્મોને નાશ કરી ઉચ્ચગતિને વર્યા. હવે અહીં નાગશ્રીને ખબર પડી કે પિતાની ભૂલથી કડવી તુંબધનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com