________________
[3]
સામાયિક સાહ.
જૈન ધમાઁથી તેની અભિલાષા પ્રાપ્ત થઇ, કારણ કે જૈન ધર્માંના પ્રરૂપક શ્રી જીનેશ્વર પ્રભુ છે, જે સર્વજ્ઞ છે, વળી જે સૂર્ય સમાન કેવળ જ્ઞાનના પ્રભાવે લોકાલાકનુ સ્વરૂપ પેાતાના જ્ઞાનમાં જોઇ રહ્યા છે, તેમણે “ત્રિપદી ” જેવા સ ંક્ષેપ મંત્ર ઉચ્ચારી તે થાડાજ શબ્દોમાં સકળ શાસ્ત્રોનાં રહસ્યાને તેમાં ઠાંસી ઠાંસીને ભર્યાં છે. ગણધર મહારાજાઓએ આ ત્રિપદીના સિદ્ધાંતમાંથી દ્વાદશાંગીની રચના કરી છે. આથી જગતમાં શ્રી જિનેશ્વર પ્રભુની વાણી સંક્ષેપમાં હોવા છતાં તેમાં ગંભીર અ↑ ગુંથ્યા છે. માટે આત્માર્થી જનાએ જીતશત્રુ રાજાની પેઠે ઘેાડામાં ઘણું જાણવાની અભિલાષા વાળા - આએ અવસ્ય શ્રી જિનેશ્વરની વાણીનુ શ્રવણ-મનન કરવું' તેજ તેના આત્મ કલ્યાણનુ સાધન છે.
ત્રિપદીને સિદ્ધાંત એ છે કે ઉત્પાદ વ્યય અને ધ્રુવે કરીને વસ્તુ માત્ર સત્ છે. આમાંથી સ'સારની અસારતાનું અને આત્માના અમરપણાનું' બહુ સુંદર જ્ઞાન થાય છે, તેની અંદર ઘણાં શાસ્રોના સાર ગર્ભિત રહેલા છે જીતશત્રુ રાજાને આ પરમ સકળ શાસ્રસ'પન્ન સિદ્ધાંતથી થાડા શબ્દોમાં આત્મજ્ઞાન પ્રણમ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com