________________
[૩૮]
સામાયિક સાધોધ, પ્ર. સમ્યકત્વના લિંગ ક્યા ? ઉ૦ સમ્યક્દર્શનની પિછાન કરાવે એવાં પાંચ લિંગ માનવામાં
આવે છે તે અનુકમે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા
અને આસ્તિકય છે. પ્ર. તે સર્વેના અર્થ કહે. ઉ૦ (૧) પ્રશમ–એટલે તત્વના મિથ્યા પક્ષપાતી ઉપન્ન
થતા કદાગ્રહ આદિ દોષોને ઉપશમ એજ પ્રશમ છે. (૨) સવેગ–એટલે સાંસારિક બંધનને ભય. (૩) નિવેદ-એટલે વિષયોમાં આસક્તિ ઓછી થવી તે. (૪) અનુકંપા–એટલે દુઃખી પ્રાણીઓનું દુઃખ દુર
કરવાની ઈચ્છા. (૫) આસ્તિક-એટલે આત્માદિ પરોક્ષ કિન્તુ યુકિત
પ્રમાણથી સિદ્ધ પદાર્થોને સ્વીકાર તે આસ્તિક્ય છે. પ્ર. સામાયિકના શ્રત સામાયિક આદિ ચાર ભેદે શી રીતે
પ્રાપ્ત થાય તે કહે. ઉ. (૧) શ્રત સામાયિક શાસ્ત્રાભ્યાસવડે થઈ શકે છે (૨)
સમકિત સામાયિક શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણ સમ્યફ વડે થાય છે (૩) દેશવિરતિ સામાયિક સ્થલ હિંસા, જૂઠ, ચેરી પ્રમુખ તજવા વડે થાય છે અને (૪) સર્વવિરતિ સામાયિક સર્વથા હિંસાદિક પાપ વૃત્તિનો ત્યાગ કરવાવડે સાધ્ય દષ્ટિવંત
જીવને પ્રાપ્ત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com