________________
સામાયિક.
[૨૩]
હાથમાં તલવાર છે અને બીજા હાથમાં સુષમાનુ માથુ છે તે ધસ્યા પસ્યા જંગલ વટાવી એક પર્વત ઉપર આબ્યા. ત્યાં ભુખ્યા તરસ્યા લથડીઆં ખાતા હતા અને લથડીમાં ખાતે એક ચારણુ નામના તપસ્વી ધ્યાનસ્થ મુનિને અથડાયા. આ અકસ્માત્થી મુનિરાજ જાગ્યા અને જાગતાંવેંત આ મિભત્સ તેના દેખાવ જોઈ મુનિરાજના મુખમાંથી નીકળી ગયું કે– “ આ શે। અધમ ” ચિલાતીપુત્રે તે વખતે આવેશમાં જવાબ આપ્યા કે “ ત્યારે શેાધમ છે” મુનિરાજ આથી ઉપશમ, સવર અને વિવેકના ઉચ્ચાર કરી આકાશમાં અદશ્ય થઈ ગયા. જ્યારે ચિલાતીપુત્રના કપુટ પર આ શબ્દ અથડાયા ત્યારે તેની જ્ઞાનદશા જાગૃત થઇ અને તે ઉપર વિચાર કરવા તે પ્રેરાયેા. પ્રથમ ઉપશમ શબ્દના વિચાર કરતાં પેાતાને માલમ પડે છે કે હે જીવ ! તું કેવા ક્રોધે ધમધમી રહ્યો છું ? તારા જીવનમાં શાંતિજ કયાં છે! આ ક્રોધાદિ શત્રુ કર્દિ શાંતિના માગ પ્રાપ્ત કરવા દેવાનાજ નથી માટે તેને ત' તિલાંજલી આપ. આથી પ્રથમ ઉપશમ શબ્દનું જ્ઞાન થવાથી તે પોતાના ક્રોધ શમાવે છે. અને તેનું ચિત્ત જે પ્રથમ વ્યગ્ર હતુ તે શાંત થયું અને ચિત્ત શાંત થયા પછી તેને સારાસાર વસ્તુનું ભાન થાય છે અને વિવેકના વિચારા આવે છે. વિવેકના વિચારો આવતાં હું અને આ દેહ બંન્ને જુદા છીએ, આત્મા તે દેહ નથી અને દ્રુહ તે આત્મા નથી, આમ ભેદ જ્ઞાન થાય છે. આથી આત્માના ધર્મોને દેહના ધર્મનું જ્ઞાન થાય છે. દેહના ધમ આત્માને નીચેા પાડનારા છે, માટે તેનાથી છુટા થયા સિવાય મુક્ત દશા પ્રાપ્ત થતી નથી. આમ વિચારતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com