________________
[૧૪]
સામાયિક સંબધ.
પુરની ભાગોળે આવી પહોંચી શહેરની બહાર આંતરે કાઉસ યાને ઉભા રહ્યા. કેટલાક વખત પછી પાંડવે આ બાજુ થઈને જતાં આ દમદંત રાજાને જોયો. અને તેને કાઉસગમાં ઉભેલ જોઈને ભાવિક હોવાથી તેમણે તેની પ્રશંસા કરી અને અંતરથી તેમના મુનિપણને તેમણે ધન્યવાદ આપે; પછી તેઓ તેમની પ્રદક્ષિણા દેઇ ભક્તિભાવે તેમની સ્તુતિ કરી પોતાના બગીચા તરફ ગયા. થોડા વખત પછી કૌર ત્યાં આવે છે ત્યારે તે દમદંત મુનિને જુએ છે. અને વિચારે છે કે આપણને હરાવનાર આ છે તેથી ક્રોધાગ્નિના આવેશમાં આવી તેમના પર ઈંટ પથરા ફેંક્યા અને તેનાથી તે મુનિને દાટી દીધા. તે દુએ દુષ્ટની ફરજ બજાવી. જ્યારે પાંડવોએ પ્રદિક્ષણ કરી ત્યારે આ કુબુદ્ધિઓએ આવું હેવાનીઅતભર્યું કામ કર્યું, છતાં તે મહામુનિરાજ પોતાના ધ્યાનથી ચલ્યા નહિ,
આ પછી થોડા વખત પછી પાંડે ત્યાં આગળ થઈને જતા હશે ત્યારે તેમણે દમદંત મુનિને જોયા નહિ અને લાકડા ઈટ પથરાને ઢગલે જે ત્યારે તેઓએ વિચાર્યું કે આ કામ કર વિના બીજા કોઈનું હોય નહિ, જેથી તેમણે તે ઢગલે વિખેરી નાંખે અને મુનિરાજને ત્યાં ઉભેલા જેવા ધ્યાનસ્થ હતા તેવા જોયા. આથી કૌર માટે તેમને ઘણો ખેદ થયે અને મુનિરાજની ધ્યાનસ્થ દશાનાં વખાણ કરી તેમને નમસ્કાર કરી પિતાના મુકામે ગયા. દમદંત મુનિ તે ધ્યાનમાં ઉભા છે તેમને નથી પાંડ ઉપર રાગ કે કૌર પર દ્વેષ. તેઓ તે એમ વિચારે છે કે પાંડવેએ જે મને વંદન કર્યું તે મારૂં નથી થયું પરંતુ મારા પૂર્વભવના યશનામ કર્મનું ફળ તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com