________________
સામાયિક.
[૧૭] પામ્યા છતાં તે પાપષ્ટ કૃત્ય કરનાર પેલા સોની ઉપર કોઈ પણ જાતને અશુભ ભાવ ન ચિંતવતાં ઉલટી તેના પર તેની અજ્ઞાનતાને લઈને દયાને વર્ષાદ વર્ષાવી રહ્યા છે. મુનિરાજ પોતે જાણતા હતા કે તેના સાથે જે ઘર હતું તેના મેમ પર કૌંચ પક્ષી બેઠું છે અને તે જવ તે ચણ ગયું છે, પરંતુ જે આ સેનીને જે હું આ વાત કરીશ તે તે તરત તે ક્રૌંચ પક્ષીને મારી નાંખશે અને તે બિચારા પ્રાણીની હત્યાનું પાપ મને લાગશે. આ પક્ષી સાથે મારે સમભાવ છે. અને જે તે સોની તેને મારી નાંખશે તે તે પક્ષી રૌદ્ર ધ્યાનથી આથી પણ અધિક નીચગતિમાં જશે. આ ઉદાત્ત ભાવનાથી તે મહા મુનિરાજ પોતે મરણને શરણ થયા, પરંતુ મરણ પર્યત ચૂપ રહ્યા. અને સમભાવે વેદના વેદી તેની પર પણ તેની અજ્ઞાનતા માટે પોતે બહુ દયા ચિંતવવા લાગ્યા હતા. પોતે સમભાવે રહી શુકલધ્યાનથી મુક્તિ પામ્યા. હવે બન્યું એ કે તે મેતાર્ય મુનિરાજની વાઘરથી ખોપરી ફાટી તે વખતે મેટ અવાજ થયે અને પેલું કૌંચ પક્ષી કે જે જવ ઉપાય ગયું હતું તે બની ગયું અને ચરકી ગયું. જેમાંથી પેલા જવ જે તે ચણ ગયું હતું તે નીચે પડ્યા. તે પેલા સનીએ દુકાનમાં બેસી જોયા, જેથી તેને ઘણો ભારે પસ્તા થયે અને તે પ્રશ્ચાત્તાપ કરવા લાગ્યું કે હે ! ભલા ! પ્રભુ! મેં આ મુનિરાજને નાહક સંતાપ્યા અને તેમના પ્રાણ લીધા આથી તેને ઘણું દુઃખ થઈ આવ્યું અને વિચારવા લાગ્યું કે હે ! પ્રભુ! આ પાપમાંથી હું કયારે છુટીશ ! આમ તેના અંતઃકરણમાં પુરે પશ્ચાત્તાપ થતાં તેનું અંત કરણ શુદ્ધ બન્યું અને તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com