________________
[૧૯]
સામાયિક સાધ.
પરિણામે તેણે ભાગવતી દિક્ષા અંગિકાર કરી અને દિવસે દિવસે આત્મજ્ઞાનમાં ઉંચે ચડતા ગયા અને તેના પ્રભાવે અતે ઉચ્ચગતિને પામ્યા.
( ૩ ) સમવાદ સામાયિક ઉપર કાલિકાચા ની કથા.
તુમણી નામની એક નગરી હતી. જેમાં કુંભ નામે રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે દત્ત નામના એક પુરાહિત હતા. તેના પર રાજાની સારી મેહરમાની હતી અને રાજાએ તેને ઠેઠ પ્રધાનના ઉચ્ચપદ સુધી ચડાન્યા હતા. દત્ત કીતિના ભુખ્યા હતા જેથી તે હિંસક યજ્ઞા ઘણા કરાવતા. આથી તે ચારે ખાજુ પ્રખ્યાત થયા હતા. તેની કીર્તિ વધતાં તેને રાજા થવાની મહાત્વાકાંક્ષા થઈ આવી, અને નીચ બુદ્ધિ કરી તેના ઉપકારી માલીક ભલા રાજા કુંભને તેને કેદ કર્યો અને પેાતે રાજા કહેવડાવવા લાગ્યા. એવામાં એક મુનિરાજ જેમનુ નામ કાલિકાચાય હતું, તે વિહાર કરતા કરતા અત્રે આવ્યા હતા. આ કાલિકાચાય સંસારીપણામાં આ દત્તના મામા હતા. આ દત્તની મા જૈનધર્મને માનનારી હતી. તેથી તેણે દત્તને આ મહા મુનિરાજને વાંઢવા જવાની આજ્ઞા કરી. દત્ત વે ધર્માનુયાયી હતા અને હિંસકયજ્ઞમાં માનતા હતા. તેથી તેની મુનિરાજને વાંઢવા જવાની ઇચ્છા નહેાતી, છતાં પેાતાની માનું કહ્યુ' પાળ્યા વિના ચાલે તેમ નહતું, તેથી તે અંતે કાલિકાચાય પાસે ગયા. આ મહામુનિરાજે ધીમે ધીમે અહિંસક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com