________________
સામાયિ.
[૧૫] મલ્યું અને કોરએ જે નિર્ભત્ના કરી–અવગણના કરી તે મારી નથી થઈ પરંતુ મારા અપયશ નામના કમનું મને તે ફળ મળ્યું છે. તેઓ વિચાર કરે છે કે પાંડ કે જેઓએ મારા શુભકમને દેખા તેમાથી મને નિવૃત કરાવ્યું છે તેથી તેઓ મારા પરમ ઉપકારી છે. અને કૌરએ મારું આ શુભ ફળ દેખાવ મને તેમાંથી નિવૃત્ત કરાવ્યો છે જેથી તેઓ પણ મારા ઉપકારી છે. આવી રીતે શુભાશુભ કર્મમાંથી મને નિવૃત કરવા માટે મારા તે તે બને ઉપકારી છે. આમ ઉચ્ચ પ્રકારની વિચારશ્રેણી પર ચઢતાં, રાગ દ્વેષ જેવા શત્રુઓ ઉપર વિજય મેળવતાં અને સમભાવમાં તલ્લીન રહેતાં શુભાશુભ કર્મોનો ક્ષય કરી ક્ષીણમાહી થઈ કેવળજ્ઞાન પામ્યા.
(૨) સમયિક સામાયિક ઉપર– મેતાર્ય મુનિવરની કથા.
રાજગૃહી નગરીમાં એક સેની રહેતો હતો. તે ઘણે કારીગર હતું. શ્રેણિક મહારાજા તેને હોંશીઆર જાણી તેની પાસે કઈ વસ્તુ ઘડાવવી હોય તે ઘડાવતે. શ્રેણિક મહારાજા જિનેશ્વર પ્રભુની પૂજા માટે સેનાના એકસેને આઠ જવ તેની પાસે ઘડાવતા. આ સેની એક વખત જવ ઘડતે હતા તે વખતે મુનિરાજને વહેરવા જતા જોઈને તેને મુનિરાજને વહેરાવવાની ઈચ્છા થઈ. તેટલામાં તે મુનિરાજ તેના ઘરમાં પધાર્યા. અને ધર્મલાભ કહી તેને બારણામાં પ્રવેશ્યા જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com