________________
તે તૈયાર કર્યા પછી અમારી સ્થા. કમીટીના ઓ. સભ્ય અને અમારી ધાર્મિક સમિતિના અધ્યક્ષ શ્રીમાન શેઠ ફતેચંદભાઈ ઝવેરભાઈ કે જેઓ ધાર્મિક જ્ઞાનમાં સારા નિષ્ણાતું ગણાય છે તેમને બતાવ્યું હતું અને તેઓ મહાશયે તે વાંચી આપ્યું હતું તેમ કઈ કઈ સ્થળે સુધારાને અવકાશ હવે ત્યાં સુધાર્યું પણ હતું આ માટે તેઓ મહાશયને આ સ્થળે આભાર માનું છું.
પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી વિજ્યનીતિ સૂરિશ્વરજી મહારાજ સાહેબના પ્રશસ્ય શિષ્યરત્ન મુનિ મહારાજશ્રી સંપત વિજયજી ગણિની આ પુસ્તકના પ્રકાશન કરવામાં અનુમતિ અને સહાનુભુતિ માટે તેમ રા. રા. શ્રીમાન શેઠ ચીમનલાલ લાલભાઈની તે પ્રતિ કૃપા નજરને માટે આ સ્થળે તેઓશ્રીને આભાર પ્રદર્શીત કરું છું. ઉપોદઘાત લખવામાં સંત ચરણપાસક બંધુએ જે સ્તુત્ય પ્રયાસ સે છે તે માટે તેઓશ્રીને પણ આ સ્થળે ઉપકાર પ્રગટ કરું છું. પુસ્તકમાં જે જે બાબતે વર્ણવવામાં આવી છે તેમ ધ્યાનસ્થ વિચાર અને ક૯૫ના ચિત્રોને પરિચય વિગેરે ઉપઘાત લખનાર વિદ્વાન બંધુએ ઉપઘાતમાં જણાવ્યું છે તેથી આ સ્થળે તે સંબંધમાં વધુ લખવું ઉચિત ધારતું નથી. મુખપૃષ્ટ ઉપર કલ્પના ચિત્ર તેમ ધ્યાનસ્થ વિચાર લખવાની જે ઉર્મીઓ ઉદ્દભવી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com