________________
( ૩)
વ્યવહારિક જ્ઞાનથી મનુષ્યોને આ જન્મ કેટલેક દરજો સુખરૂપ નિવડે છે, પણ ધાર્મિક જ્ઞાન સિવાય આ અને ભાવી જિંદગી સુખરૂપ થતી નથી. આ વાત આર્યાવર્તમાં ભાગ્યેજ કોઈથી અજાણ હશે. “ મનુષ્યએ સારાં કામો કે ધર્મ કરવો જોઈએ. શુભાશુભ કર્તવ્યનું ફળ દરેક જીવોને ભોગવવું પડે છે. કર્યું તેવું પામીએ અને વાવ્યું તેવું લણીએ. '' ઇત્યાદિ અનુભવ આર્યાવર્ત માં રંથી રાજા પયંત સર્વને થેડે ઘણે હોય છે, કારણ કે ધર્મની વાસના આ દેશમાં કાઈ થોડા વખતથી શરૂ થઈ નથી, પણ ઘણું લાંબા વખતથી આ દેશ ધર્મકર્તવ્ય માટે મગરૂર છે.'
એટલે પિતાના બાળકોનું ભલું ઇચ્છનાર, દીર્ધ દૃષ્ટિવાળા દંપતીએ આ બાળકોને જેમ વ્યવહારમાં પ્રવીણ કર્યા તેમજ આત્મઉન્નતિ અને ઉત્તરોત્તર ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે ધર્મમાર્ગ માં પણ સુશિક્ષિત કરવાનો પ્રયત્ન શરૂ કર્યો.
છવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા, બંધ અને મોક્ષ આ નવ તો જે જેનના મુખ્ય સિદ્ધાંત રૂપ છે, તેમાં આ બને બાળકો પૂર્વજન્મના સંસ્કારથી થોડા વખતમાં જ પ્રવીણ થયા. આત્મા છે. નિત્ય છે. કર્મને કર્તા છે. કમને ભોક્તા છે. મોક્ષ થઈ શકે છે અને તેને માટે ઉપાયો પણ છે. આ છ દ્વારની સમજમાં તેઓએ ઘણે સારા પ્રયત્ન કર્યો હતો. આ તત્વજ્ઞાન ઉપરના શ્રદ્ધાનને સમ્યકત્વ કહેવામાં આવે છે. બાળપણના ઔધિક પણ તાત્વિક જ્ઞાનથી તે બાળકનું હૃદય સુવાસિત થયું હતું. ( પુત્ર ધનપાલ ઉત્તમ સત્તવાન અને અપ્રમાદી હતો. તેનું સમ્યફ જ્ઞાન નિર્મળ અને સુદઢ હતું. ધર્મક્રિયામાં તેને ઘણું સારી રુચિ હ. પરમાત્માના પવિત્ર નામસ્મરણમાં તે નિરંતર અસંતોષી હત, અર્થાત નિરંતર તેના મુખમાં પરમાત્માનું પવિત્ર નામ ફુરતું હતું. સંસારચક્રમાં પરિભ્રમણ કરવાથી તેને મહાન ખેદ થતો હતો.