________________
છે. ત્યાંના લોકો આધિ, વ્યાધિથી મુકાયેલાં હોય તેમ ધનાઢય અને સ્વસ્થ હતાં. મનુષ્યની વસ્તીથો તેમજ લક્ષ્મીના સમૂહથી તે શહેર ભરપુર હતું.
તે શહેરમાં જિનેશ્વરની આજ્ઞા પાળનાર, તેમના કહેલ તત્વમાં પ્રવીણ, અને ધર્મના કાર્યમાં આગેવાનીભર્યો ભાગ લેનાર વધમાન નામનો શ્રેષ્ઠ રહેતો હતો. તેને ધર્મરૂ૫ ધનમાં અત્યંત પ્રીતિવાળી ધનવતી નામની પત્ની હતી. વિનય, નમ્રતા, શિયળ, સત્ય, સરલતા અને સંતેષાદિ ઉત્તમ ગુણોએ કરી, તેણીએ પોતાના પતિનું મન સ્વાધીન કરી લીધું હતું. “ખરેખર આ ગુણે સિવાય પતિને સવાધીન કરવાનું બીજું વશીકરણ શું હોઈ શકે ? ”
સંસારવાસના ફળરૂપ આ દંપતીને કાળાંતરે એક પુત્ર પુત્રીની પ્રાપ્તિ થઈ. “ સુશિક્ષિત અને અશિક્ષિત, સદ્ગુણી અને દુર્ગુણી માતા પિતાના ગુણેને વારસો તેમના સંતાનમાં ઉતરે છે.” આ કહેવત આ બંને બાળકોના સંબંધમાં સત્ય ઠરી હતી. કેમકે તે બને બાળક સદગુણી હતાં. સગુણી માતા, પિતાઓ હોવા છતાં બાળકોને જેવા સહવાસમાં રાખવામાં આવે છે તેના પણ ગુણ અવગુણની અસર તે બાળકો ઉપર થાય છે. “સોબત તેવી અસર ” આ કહેવત પ્રમાણે ઘણી વાર બને છે. તેમજ કુમળી વયનાં બાળકો ઉપર ગુણ અવગુણની અસર તત્કાળ થતી અનુભવાય છે, માટે બાળકોના પાળકો પણ સદ્ગુણું જ હોવા જોઈએ.
આ વાત તે બુદ્ધિમાન કોઠીથી તેમજ તેમનાં પત્નીથી અજાણી ન હોવાથી ગુણવાન પાળકની દેખરેખ નીચે તે બાળકોને ઉછેરવામાં આવ્યાં હતાં અને દુર્ગુણ બાળકના સહવાસથી તેમને દૂર રાખવામાં આવ્યાં હતાં. ટૂંકમાં કહીએ તો બન્ને બાળકોને કેળવવામાં તે દંપતીએ ઘણો સારો પ્રયત્ન કર્યો હતો અને તેમના પ્રયત્નના પ્રમાણમાં તે બને બાળકો સગુણ બન્યાં હતાં.