Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
કા૨ણે માનવ ભવ શા માટે હારો છો ? વિષય સુખથી અલગ થઈ તમારા પોતાના ડૂબતા એવા આત્માને ભવસમુદ્રથી તારવાના પ્રયત્નો કરો. (૨)
વળી હે ભવ્યજનો ! ભવ ચક્રવાલમાં ભમતા જીવો સૂક્ષ્મ અને બાદર જન્મને ધારણ કરે છે. નરક અને નિગોદમાં આ જીવ અનંત અનંતી વાર વાસ કરી આવ્યો છે. (૩)
આમ એક જીવ અવસર્પિણીમાં અનંતો કાળ જન્મ મરણનાં દુઃખોને ભોગવે છે. (૪) નિગોદમાં જીવ મનુષ્યના એક શ્વાસોશ્વાસમાં સાડી સત્તર વખત જન્મ અને મરણનાં દુઃખ ભોગવે છે. જે જન્મ અને મરણની પીડા અસહ્ય હોય છે. તેવા જન્મ-મરણનાં દુઃખ નિગોદમાં કેટલા વેઠવાના ? અને આ જીવ વેઠીને આવ્યો. (૫)
ત્યાંથી નીકળી પૃથ્વી, પાણી, તેઉ, વાઉ અને વનસ્પતિ આ પાંચેય સ્થાવરમાં જીવ અસંખ્યાતો કાળ રહ્યો. (૬)
વળી કોઈ ભવ્યપ્રાણી મનમાં શંકાને ધારણ કરી જિનરાજ પાસે જઈ પ્રશ્ન પૂછે કે, જીવ ક્યાંથી ઉત્પન્ન થયો ? (૭)
તો નવ વર્ષના કેવલી જો તેની આદિની વિચારણા કરવા બેસે તો લાખ ચોરાશી પૂર્વ વર્ષ વચ્ચે ચાલ્યા જાય. (૮)
વળી એક એક સમયમાં જીવ અનંતા ભવોને જુવે છે કારણ એક સમયના ગાળાને • આપણે ઘણો ઓછો સમય કલ્પીએ છીએ અને આવા અનંત ભવોનાં અંતરાલમાં પણ જીવ પાર પામી શકતો નથી. (૯)
વિવેચન : આપણે કલ્પેલ એક સમયમાં જ્ઞાનીની દૃષ્ટીએ અસંખ્યાતા સમય થાય છે. જેમ કોઈ જીર્ણ વસ્ત્ર ફાડતા આપણે સમજીએ છીએ કે એક સેકંડ થઈ પણ જ્ઞાની કહે છે અસંખ્યાતો સમય ગયો. કપડું એક સાથે ફાટતું નથી પણ તે કપડાનાં એક તા૨ પછી બીજો તાર બીજા પછી ત્રીજો તાર તૂટે છે આમ કપડું અનુક્રમે ફાટે છે. માટે જ્ઞાની કહે છે એક તારથી બીજો તાર તૂટતા અસંખ્ય સમય થાય. માટે એક સમયમાં તો અનંતાભવો થઈ જાય છે. આવા અનંતા ભવનાં અંતરાલે પણ જીવ પા૨ પામતો નથી.
જાતિ - યોનિ - કુલ – રૂપ સ્થાનમાં જીવ અનંતી વાર વસ્યો. ચૌદરાજ લોકમાં સોઈના અગ્રભાગ જેટલી કોઈ જગ્યા નથી કે જ્યાં આપણે એ સ્થાનનો સ્પર્શ ન કર્યો હોય. પ્રત્યેક સ્થાનને આપણે સ્પર્શ કર્યો છે. (૧૦)
વળી સંસારમાં સર્વ સંસારી જીવની સગપણની સંખ્યા ગણી શકાતી નથી. એકેન્દ્રિયમાં તેમજ સાંસારિક દરેક ભવોમાં જીવનાં એક બીજા સાથે અનંત અનંત સંબંધ થયેલા છે. (૧૧)
એમ પુણ્ય અને પાપ દ્વારા જીવે ઊંચ-નીચ અવતાર ધારણ કરી સંસારમાં પ્રત્યેક ભવમાં સુખ દુઃખની ઘટમાલને સહન કરી છે અને જ્યાં સુધી જીવ ધર્મધ્યાનમાં જોડાઈ કર્મક્ષય નહિ કરે ત્યાં સુધી સંસારની રઝળપાટ ચાલુ ૨હેશે. (૧૨)
૨૪