________________
આ
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
| ૨૧.
(૩) અનુબંધનો અભાવ એનું નામ અનનુબંધ. અનનુબંધવાળુ પ્રત્યુપેક્ષણ હોવું જોઈએ. એટલે કે જે અખોડા, પખોડા કરીએ, તે સતત = એક સાથે ન થવા જોઈએ. પરંતુ વિચ્છેદવાળા = અંતરવાળા = ભેટવાળા થવા જોઈએ. (દા.ત. ૩ વાર ખંખેરવાનું હોય તો કોઈક સાધુ જોરથી એકજવાર ખંખેરે, તો કોઈક વળી એકદમ ઝડપથી એકી સાથે ત્રણવાર ખંખેરી લે. એમાં બે ખંખેરણી વચ્ચે ભેદ ન પડે. આવું ન ચાલે, બે ખંખેરણી વચ્ચે સમયગાળો હોય તો અંદર રહેલા જીવને સરકીને
નીચે આવવા માટે પૂરતો સમય મળે. એટલે એ ત્રણેય ખંખેરણી સ્પષ્ટ રીતે જુદી જુદી થવી જોઈએ. તો એ અનનુબંધી / કહેવાય. એ જ રીતે હાથ પ્રમાર્જન કરીએ તેમાં ય સમજવું.). FI (૪) જે પ્રતિલેખનમાં મોત ક્રિયા ન હોય તે અમોસલિ પ્રતિલેખન કહેવાય. જેમ મુશલનો વપરાશ કરતી વખતે |
એ મુશલ ઉપર, નીચે અને તીઠું-ભીંત વગેરે ઉપર ઝડપથી લાગી જાય. તે રીતે વસ્ત્રની પ્રત્યુપેક્ષણામાં થવું જોઈએ નહિ. 'r પરંતુ જે રીતે પ્રતિલેખન કરનારાના વસ્ત્ર-હાથ વગેરે ઉપર માળીયાદિને વિશે ન લાગે, તિછ ભીંતને ન લાગે અને નીચે '
જમીનને ન લાગે તે રીતે કરવું. (પહેલવાનો જે અત્યંત ભારે, ધોકા જેવી વસ્તુથી કસરત કરે તે મુશલ કહેવાય છે. પહેલવાનો એને ખૂબજ ઝડપથી ઉપર નીચે, તીર્ફે ચારે બાજુ ફેરવતા હોય છે. અલબત્ત એ ઉપર અડકે નહિ, પણ એ બધે જ ઝપાટાબંધ પહોંચે. સાધુનું વસ્ત્ર એ રીતે ઉપર, નીચે, તીર્ફ ઝપાટાબંધ ફેરવવાનું નથી, તથા એ વસ્ત્રાદિ ક્યાંય સ્પર્શવા પણ ન જોઈએ.
વળી અનાજ વગેરેને ખાંડણીમાં ખાંડવા માટે પણ મુશળ વપરાય છે, તે પણ ઝડપથી ઉપર જાય, પછી નીચે પહોંચે...