________________
yo
તારક છે. તેની યાત્રાનો પણ રોધ થશે તે પછી પૃથ્વી ઉપર બીજી કોઈ સારવાળી (તારનારી) વસ્ત નથી. જેથી અવસરે તીર્થંકરને અભાવે છે, સર્વોત્કૃષ્ટ ચારિત્રધર્મને અભાવ છે. પૂર્વારૂપ આગમજ્ઞાનને પણ અભાવ છે. તેવા હું અવસર્પિણી કાલમાં આ શત્રુંજયગિરિરાજ જ સર્વ પ્રાણીઓના મનવાંછિત આપનાર છે.'
આ પ્રમાણે ઈન્દ્રના વચનને સાંભળી ચક્રવર્તી યક્ષોને અટકાવે છે. પરંતુ જેટલી ભૂમિ પર્યત સમુદ્ર આવેલ છે ત્યાંથી પાછા મૂળસ્થાને ન જતાં ત્યાંને ત્યાં જ રહ્યો.”
પૂજ્યવર્ય શ્રીમાન હંસરત્નસૂરિ મહારાજના એ પૂર્વોક્ત ઉલેખથી સાબીત થાય છે જે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજા રક્ષણાર્થે ઉદ્યત થયેલ શ્રી સગર ચક્રવર્તીને પ્રયત્નથી જંબૂદ્વીપના દક્ષિણ દ્વારથી લવણસમુદ્રને જંબુદ્વીપમાં પ્રવેશ થયો તે વખતે ભરતક્ષેત્રવર્તી સંખ્યાબંધ ગ્રામનગર અને દેશને જળપ્રલય થયો હોય એ સંભવિત છે. અને આવેલું જળ એમને એમ જે રહ્યું તેને જ આપણે જુદા જુદા વિભાગાશ્રયી અરબી સમુદ્ર-આટલાંટિક મહાસાગર-પાસીફિક મહાસાગર વિગેરે ઉપનામો આપીએ છીએ. પરંતુ વસ્તુતઃ વર્તમાનમાં દૃષ્ટિગોચર થતાં સમુદ્રો અથવા મહાસાગરો એ લવણસમુદ્રની નહેર સરખાં છે. અને વર્તમાનમાં દેખાતી પાંચ ખંડ રૂપે પૃથ્વી અને તેને ફરતું જે પાણી તે સર્વને ભરતક્ષેત્રના દક્ષિણ તરફના અર્ધ વિભાગમાં જ સમાવેશ કરે એ યુક્તિ સંગત છે. ભરતક્ષેત્રમાં લવણસમુદ્ર સંબંધી જલને પ્રવેશ અને ત્યારબાદ પણ ઉપસ્થિત થયેલ તેવા કારણોને અંગે ક્ષેત્રવિગેરેમાં શાસ્ત્રીય મતવ્યની અપેક્ષાએ આપણી સ્થલ દષ્ટિથી જે પરાવર્તન દૃષ્ટિગોચર થાય છે, તેથી શાસ્ત્રીય મતો અસત્ય છે એવું માનવાને કાંઈપણ કારણ નથી. શાસ્ત્રના વક્તા આપ્ત પુરૂષ છે. એ આપ્ત પુરૂષોના વચનમાં અવિશ્વાસ કરે એ અધઃપતનનું પ્રથમ પગથીયું છે. જે વસ્તુ સંબંધી શાસ્ત્રીય મન્તવ્ય અન્ય પ્રકારે હોવા છતાં આપણી ચર્મચક્ષુની નજરમાં અન્યરીતિએ અનુભવ થતો હોય તેવા પ્રસંગે “જે જિર્ણહિં ૫નતં તમેવ નિસંકે સચ્ય' “રાગ દ્વેષ મોહ રહિત જિનેશ્વરોએ જે જે તો જે જે રીતિએ ઉપદેશ્યાં છે તે તે પ્રમાણેજ છે સાયાં અને નિઃશંક છે.” એ સૂત્રને આધાર રાખવો જ યોગ્ય લેખાય.
શાસ્ત્રમાં ગંગા અને સિધુ મહાનદીનું જે વર્ણન આવે છે તે ગંગા સિંધુ નદીઓ વર્તમાનમાં
છે તે સમજવી કે અન્ય ? આ પ્રશ્ન ઘણી વખત અનેક જીજ્ઞાસુ વ્યક્તિએ ગગા સિધુ નદીના તરફથી થાય છે, તેના સંક્ષિપ્ત સમાધાનમાં જણાવવું ઉચિત સમજાય છે જેસ્થાને. સિધુ નદી તે પ્રાય: તેજ છે. એટલે કે કાળ બળને અંગે તેના પ્રમાણમાં
ન્યૂનાધિક્ય થયું ભલે નજરમાં આવતું હોય ! પણ સ્થાનમાં ખાસ પરાવર્તાન થયું હોય તેવું માનવામાં કોઈ પ્રબલ સાધન જાણવામાં આવ્યું નથી, જ્યારે ગંગા નદીના પ્રમાણમાં ન્યૂઢાધિકય સંબંધી ફેરફાર સાથે સ્થાન પરાવૃત્તિ થવા માટે શાસ્ત્રીય (ચરિતાનુયોગ સંબંધી) પુરા મળી શકે છે.
“યાવતું શક્રસ્ત પ્રતિબેધવાકૌરેવં પ્રતિબોધતિ તાવ૬ ઠી પુરુષ સમકાનમાગત્ય ચક્રિણે પ્રમg: I તપ્રથમ: શ્રી અજિતસ્વામિનઃ સમાગમ કથયામાસ / દિનીયસ્તુ સ્વામિ ! તવ પુત્રો સમાકૃષ્ટ જાહ્નવી અષ્ટાપદે ખાતક પૂરયિત્વાગ્રે પ્રસર્પની સમીપસ્થાન દેશાન લાવયન્તી વર્તાતે ! સા યદિ સમુદ્ર પ્રવેશ ન પ્રાતિ તદા સમગ્રમપિ ભારત પ્રલયકાલીન સમુદ્ર ઈવ પ્લાવયિષ્યતિ | તતેડવિલમ્બનૈવ જાનપદરક્ષાર્થ તસ્યા: સમુદ્રપ્રવેશાર્થ કખ્યિત્સમર્થ પુરુષમાજ્ઞાપકતુ દેવ, ઇત્યેવું