________________
મેળવવામાં સમર્થ થાય છે સરલ અને લલિત રચના લાંબા સમાસ અને દૂરાન્વયવાળી રચના કરતાં સદ્ય લોકરંજક થવા ગ્ય છે. યદ્યપિ કેટલાએક અસાધારણ કવિઓ પણ વૈદર્ભીતિને પસંદ કરતાં છતાં પોતે તેનું અનુસરણ કરી શક્તા નથી અને તેથી તેઓનાં કાવ્યો સાધારણ મનુષ્યોની રૂચિ મેળવી શક્તા નથી આને માટે વિલ્હણ લખે છે કે – अनन्य सामान्य गुणत्वमेव भवत्यनाय महाकवीनाम । ज्ञातुं यदेषां सुलभा सभासु न जल्पमल्प प्रतिभाः क्षमन्ते ॥ व्युत्पत्तिरावर्जित कोविदापि न रजनाय क्रमते जडानाम् । न मौक्तिकच्छिद्रकरी शलाका प्रगल्भते कर्मणि टङ्किकायाः ।।
મહાન કવિઓનું અસાધારણ ગુણવાનપણું જ તેઓને અનર્થદાયક થઈ પડે છે. કારણ કે આજકાલ સભાઓમાં સુલભ અલ્પ પ્રતિભાવાલા પુરૂષે તેવા મહાકવિઓના ગૂઢાર્થ અને વ્યંગ્યવાળાં વચને સમજવાને સમર્થ થઈ શકતા નથી. તેથી જનસમાજને મોટો વર્ગ એથી બેનસીબ રહે છે આના ટેકામાં કહે છે કે જે વ્યક્તિ ભાષા જ્ઞાન વિભૂતિથી મોટા વિદ્વાન ખુશ ખુશ બની જાય છે, તેવી વ્યક્તિ પણ જડનાં મનને રંજન કરવામાં ફતેહમંદ ઉતરતી નથી. જેમ ખેતીમાં છિદ્ર પાડનારી શલાકા (સાડી) ઘંટીટાંકવાનાં ટાંકણાનાં કામમાં ફાવી શક્તી નથી. આ ઉપરથી એમ અનુમાન ઉપર આવવાનું નથી કે અસામાન્ય ગુણવાળાઓ લેકોપકારક થવાને ઓછી યોગ્યતાવાળા છે. કિન્તુ સામાન્ય ગુણવાન અને અસામાન્ય ગુણવાન બન્નેનાં વિહારસ્થલ ભિન્ન હાઈને એ બન્નેના ઉપકારકત્વમાં તારતમ્ય કલ્પનાને અવસરજ નથી.
સાહિત્યશાસ્ત્રમાં ગુણ પ્રક્રિયા પ્રાચીન હોવાની સાથે કાવ્યના અંગે માં ઉંચું સ્થાન ધરાવનારી છે.
श्लेषः प्रसादः समता माधुर्य सुकुमारता । अर्थव्यक्तिरुदारत्वमोजःकान्तिसमाधयः ।।
શ્લેષ, (એક કરતાં વધારે અર્થ દર્શાવનારા શબ્દોનો પ્રયોગ નહિ પણ) પદ તથા વાક્યોની લિષ્ટતા અથત ઉથડક ન લાગે તે બંધ પ્રસાદ પ્રસજતા, સમતા બંધનું અવૈષમ્ય (એક ચરણ ઉત્કટ અને બીજા ચરણ શિથિલ હોય એવું નહિ) માધુર્ય અર્થનું આસ્વાદ્યત્વ, સુકુમારતા. નિત નાસિતોShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com