Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૩
ગુણસ્થાનકો હોય છે. તીર્થંકર પરમાત્માદિ મહાપુરુષો માતાની કુક્ષિમાં જ્યારે જન્મે છે ત્યારે સમ્યક્ત્વ સહિત જન્મે છે. તથા શ્રેણિકમહારાજા આદિ ક્ષાયિકસમ્યક્ત્વવાળા જીવો નરકમાં જન્મ્યા છે ત્યારે કરણાપર્યાપ્તાવસ્થામાં પણ ચોથું ગુણસ્થાનક હોય છે એમ સમ્યગ્દષ્ટિ જીવ (પૂર્વબદ્ઘાયુષ્ક હોય તો) મનુષ્ય-દેવ-નારકી અને તિર્યંચ રૂપ ચારે ગતિમાં જન્મી શકે છે. અને જો નવું આયુષ્ય બાંધે તો માત્ર દેવ તથા મનુષ્યમાં જ જન્મે છે તેથી કરણ અપર્યાપ્તા અવસ્થામાં આ ત્રણે ગુણસ્થાનક હોઈ શકે છે. તથા આ સં.પં.અપ. જીવમાં તથા ઉપરોકત પાંચ જીવભેદમાં જે સાસ્વાદન ગુણસ્થાનક હોય છે તે પરભવમાં ઉપશમ સમ્યક્ત્વ પામી ત્યાંથી વમીને સાસ્વાદન લઈને આવે તો જ સંભવે છે તેથી શરીરપર્યાપ્તિ પૂર્વે જ પ્રથમની કંઈક ન્યૂન છ આવલિકા સુધી જ સાસ્વાદન હોય છે પછી નિયમા મિથ્યાત્વ જ આવે છે.
સંશી પંચેન્દ્રિય પર્યાપ્તામાં ચૌદે ગુણસ્થાનકો હોય છે. કારણકે દેવોને અને નારકીને ચાર, તિર્યંચોને પાંચ, અને મનુષ્યોને સમ્યક્ત્વ, દેશવિરતિ સર્વવિરતિ, શ્રેણી અને કેવલજ્ઞાન હોવાથી સર્વગુણસ્થાનકો હોય છે. અને આ સર્વે જીવો સં.પં. પર્યાપ્તા છે. મનુષ્યને આશ્રયી ચૌદ ગુણસ્થાનકો કહ્યા છે. અહીં એક પ્રશ્ન થવો સંભવે છે કે કેવલજ્ઞાની ભગવાન મનોવિજ્ઞાન રહિત હોવાથી શાસ્ત્રમાં નોÉની નોઞલંશી કહેવાય છે. તો સંશી ન રહેવાથી તેરમુંચૌદમું ગુણસ્થાનક સંજ્ઞીમાં કેમ ઘટે? તેનો ઉત્તર એ છે કે કેવલી મનોવિજ્ઞાન રહિત હોવા છતાં પણ દૂરદેશસ્થ મનઃપર્યવજ્ઞાની અને અનુત્તરવાસી દેવોએ પૂછેલ પ્રશ્નોના ઉત્તર આપવામાં દ્રવ્યમનના સંબંધવાળા છે. માટે તે દ્રવ્યમનને આશ્રયી સંજ્ઞી ગણાય છે. તેથી સંજ્ઞીમાં તેરમું-ચૌદમું ગુણસ્થાનક સંભવી શકે છે. સપ્તતિકાની ચૂર્ણિમાં કહ્યું છે કે-‘મળળ વતિળો વિ અસ્થિ, તેળ संनिणो भन्नंति, मनोविन्नाणं पडुच्च ते संनिणो न भवंति त्ति"
બાકીના સાત જીવભેદોમાં (સંજ્ઞી પંચ∞ પર્યાપ્તા વિના શેષ ૬ પર્યાપ્તા અને સૂ.એકે. અપર્યાપ્તામાં) માત્ર મિથ્યાત્વ એક જ ગુણસ્થાનક હોય છે પરભવથી સાસ્વાદન લઈને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞીમાં જીવ જાય છે. પરંતુ સાસ્વાદન છ આવલિકા માત્ર જ રહે છે અને પર્યાપ્તા (કરણ પર્યાપ્તા) તો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ અર્થાત્ અંતર્મુહૂર્ત બાદ
૭-૪૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org