Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૨
આ પ્રમાણે મિશ્ર ગુણઠાણે ૯ થી ૧૬ સુધીના બંધહેતુના સર્વે વિકલ્પોના ભાંગા ૩,૦૨,૪૦૦ થાય છે.
હવે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે બંધહેતુના ભાંગા લખીએ છીએ ત્યાં ૬ ઇન્દ્રિયનો અસંયમ, ૬ કાયનો વધ, અનંતાનુબંધી વિના ૧૨ કષાય ૯ નોકષાય, અને ૧૩ યોગ (આહારકદ્ધિક વિના) એમ ૪૬ બંધહેતુ હોય છે. અહીં તેર યોગ અને ત્રણ વેદ ગુણીએ તો ૩૯ થાય. પરંતુ ૧ નપુંસકવેદમાં ઔદારિકમિશ્ર યોગ સંભવતો નથી. કારણ સમ્યગ્દષ્ટિ જીવો મરીને જો મનુષ્ય-તિર્યંચમાં જન્મે તો તે નપુંસકવેદીમાં જન્મતા નથી. તથા સ્ત્રીવેદમાં ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને કાર્યણકાયયોગ એમ ત્રણ સંભવતા નથી. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવો સ્ત્રીવેદવાળામાં જન્મતા જ નથી. દેવમાં જાય તો પણ દેવીમાં જતા નથી માટે વૈક્રિયમિશ્ર ન હોય, અને મનુષ્ય તિર્યંચમાં જાય તો પણ પુરુષમાં જ જાય છે. માટે સ્ત્રીવેદમાં ઔદારિકમિશ્ર અને કાર્યણ ન હોય એમ સ્ત્રીવેદમાં કુલ ૩ યોગ સંભવતા નથી જો કે બ્રાહ્મી-સુંદરી-મલ્લિનાથ અને રાજીમતી વગેરે જીવો અનુત્તરમાંથી આવેલા હોવાથી સમ્યગ્દષ્ટિ પણ છે. અને સ્ત્રીવેદે પણ જન્મ્યા છે. આ વિવક્ષાએ સ્ત્રીવેદમાં ફક્ત વૈ.મિશ્ર અને નપુંસકવેદમાં ફક્ત ઔ. મિશ્ર એમ એકેક યોગ ન હોય પરંતુ આવા દૃષ્ટાન્તો કોઇક જ બને છે. માટે પ્રાયિક છે એમ જાણવું. તથા સપ્તતિકાચૂર્ણિમાં સમ્યક્ત્વસહિત તિર્યંચ મનુષ્યોમાં દેવીમાં પણ ઉત્પન્ન થાય છે. એમ કહ્યું છે. (પંચસંગ્રહ ગુજરાતી ભાષાન્તર પૃષ્ઠ ૪૯૩માં પણ આ વાત કહી છે.) આ વિવક્ષાએ સ્ત્રીવેદમાં ત્રણે યોગ હોય છે. ફક્ત નપુંસકવેદમાં જ ઔદારિકમિશ્ર યોગ જ નથી. એમ જાણવું આ બધી વિવક્ષાઓ ગૌણ કરીને પ્રસિદ્ધ મતને અનુસારે ભાંગા કહીએ છીએ. તેથી વેદ તથા યોગના ગુણાકારમાંથી ૪ પ્રથમથી જ ઓછા કરવા. (૧) નપુંસકવેદે ઔદારિકમિશ્ર, (૨) સ્ત્રીવેદમાં ઔદારિકમિશ્ર, (૩) સ્ત્રીવેદમાં વૈક્રિયમિશ્ર અને (૪) સ્ત્રીવેદમાં કાર્યણકાયયોગ અહીં પણ સરલ પડે એટલે ગુણાકાર યોગથી શરૂ કરીશું. તે ચિત્ર આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org