Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૬
ખાલી થયેલો છે. તેના પછીના દ્વીપ-સમુદ્રમાં (અસત્કલ્પનાએ ૧૦૧ મા લિપ-સમુદ્રથી) એકેક દાણો સરસવનો જમણા હાથ વડે નાખવા દ્વારા આ અનવસ્થિત પ્યાલો ખાલી કરવો. અને તે આ અનવસ્થિત પ્યાલો પ્રથમવાર ખાલી કર્યો છે. તેની યાદી તરીકે એક દાણો શલાકા નામના બીજા પ્યાલામાં નાખવો.
પ્રશ્ન - આ અનવસ્થિત પ્યાલો ખાલી થયો ત્યારે સાક્ષીદાણો શલાકામાં નાખ્યો. પરંતુ પ્રથમ અવસ્થિત પ્યાલો ખાલી થયો ત્યારે સાક્ષીદાણો શલાકા પ્યાલામાં કેમ ન નાખ્યો ? તે પણ આ પ્યાલાની જેમ જ ખાલી કરાયો છે.
ઉત્તર - અનવસ્થિત પ્યાલો ઠલવાય ત્યારે જ સાક્ષીદાણા શલાકામાં નાખવાના છે. પ્રથમ પ્યાલો અનવસ્થિત હતો જ નહી. અવસ્થિત જ હતો. તેથી તેનો સાક્ષીદાણો શલાકા પ્યાલામાં નખાતો નથી.
પ્રશ્ન - શલાકા પ્યાલામાં જે સાક્ષીદાણો નાખવાનું કહો છો તે સાક્ષી દાણો અનવસ્થિત પ્યાલાનો જ લેવો ? કે બીજો દાણો લેવો ?
ઉત્તર - અનવસ્થિત પ્યાલાનો ન જ લેવો. તેને તો પુરેપુરો દ્વીપસમુદ્રમાં ઠલવી જ દેવો. સાક્ષી દાણો બહારથી નવો લાવીને નાખવો. કારણ કે આ ગાળામાં સ્પષ્ટ કહ્યું છે કે “પુ ભરિ તંમિ તદ રવી” અહીં રવીને શબ્દથી આ પ્યાલાને સંપૂર્ણપણે ખાલી કરવાનો કહ્યો છે. માટે સાક્ષીદાણો અનવસ્થિતમાંથી ન લેવો એવું સ્પષ્ટ ટીકામાં કહ્યું છે. ક્ષિતે નિથી તે शलाकापल्ये द्वितीये शलाकासंज्ञक एकसंख्यक एव सर्षपः, स च नानवस्थितपल्यसत्कः किंन्त्वन्य एवेत्यवसीयते, "पुण भरिए तंमि तह રવીને'' ત સૂત્રવર્ધક્ય સામરિવર્તપ્રતિપાદનપરત્વતિ | બીજા કેટલાક આચાર્યો અનવસ્થિતમાંથી જ સાક્ષીદાણો લેવો એમ પણ માને છે. એટલે આ બાબતમાં તત્ત્વ તુ વનનો વિન્તિ તત્ત્વ કેવલી ભગવાન જાણે
પ્રશ્ન - એક સાક્ષીદાણા માટે આટલી બધી ચર્ચા શું કામ કરો છો. આટલા બધા અગણિત દાણામાં એક દાણાની શું કિંમત ? અનવસ્થિતમાંથી લો કે બહારનો લો, પરંતુ તેમાં એક દાણા માત્રમાં શું ફરક પડે છે ?
ઉત્તર - એક એક દાણો પછી-પછીના દ્વીપ-સમુદ્રમાં નાખવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org