Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ્રશ્ન-૪૮ સાન્નિપાતિકભાવના ભેદો કેટલા થાય ? તેમાં સંભવે કેટલા? અને ન સંભવે કેટલા ? તથા ચાર ગતિ આશ્રયી કેટલા થાય ?
૨૮૬
ઉત્તર - સાન્નિપાતિકભાવના ભેદો લ ૨૬ છે. દ્વિસંયોગી ૧૦, ત્રિસંયોગી ૧૦, ચતુઃસંયોગી ૫, અને પંચસંયોગી ૧ એમ ૨૬ છે. તેમાં સંભવિત ૬ છે. સાત નંબરનો સિદ્ધ પરમાત્માને, ઓગણીસ નંબરનો કેવલીને, છવીસ નંબરનો ક્ષાયિકસમ્યક્ત્વીને ઉપશમશ્રેણીમાં, અને વીસ-ચોવીસ તથા પચીસ આ ત્રણ ભાંગા ચારે ગતિના જીવોને હોય છે. તેથી ચાર ગતિ આશ્રયી જુદા જુદા ગણવાથી કુલ ૬ ને બદલે ૧૫ સંભવિત છે શેષ ૨૦ અસંભવિત છે.
પ્રશ્ન-૪૯ કયા કયા ભાવ કયા કયા કર્મોમાં હોય ?
ઉત્તર -ઉપશમભાવ મોહનીયનો જ હોય છે. ક્ષયોપશમભાવ ચાર ધાતિકર્મોનો જ હોય છે. શેષ ત્રણ ભાવો આઠે કર્મોના હોય છે. તથા ઔયિકભાવ જીવના યોગે અજીવને પણ સંભવે છે. અને પારિણામિકભાવ તો સર્વદ્રવ્યોમાં હોય છે.
પ્રશ્ન-૫૦ ચૌદે ગુણઠાણે પાંચ ભાવોના મૂલભેદ અને ઉત્તરભેદ કેટલા કેટલા હોય ?
ઉત્તર
પહેલે ગુણઠાણે ૩ અને ૩૪, બીજે ગુણઠાણે ત્રણ અને બત્રીસ, ત્રીજે ગુણઠાણે ત્રણ અને બત્રીસ-તેત્રીસ, ચોથે ગુણઠાણે ત્રણ-ચાર અને પાંત્રીસ, પાંચમે ગુણઠાણે ત્રણ-ચાર, અને ચોત્રીસ, છઠ્ઠ ગુણઠાણે ત્રણ-ચાર અને તેત્રીસ, સાતમે ત્રણ-ચાર અને ત્રીસ, આઠમે ચાર અને સત્તાવીસ, નવમે ચાર-પાંચ અને અઠ્ઠાવીસ, દસમે ચાર-પાંચ અને બાવીસ, અગિયારમે ચાર-પાંચ અને વીસ, બારમે ચાર અને ઓગણીસ, તેરમે ત્રણ અને તેર, તથા ચૌદમે ત્રણ અને બાર ભેદો જાણવા.
પ્રશ્ન-૫૧ સંખ્યાત-અસંખ્યાત અને અનંતના કેટલા કેટલા ભેદો છે? ઉત્તર સંખ્યાતના ત્રણ, અસંખ્યાતના નવ, અને અનંતના ૯ એમ કુલ ૨૧ ભેદો જાણવા.
-
Jain Education International
૧. ચારથી અગ્યારમા ગુણઠાણામાં જે મૂલભાવો કહ્યા છે તે એક જીવાશ્રયી છે. અનેક જીવાશ્રયી ત્યાં પાંચ ભાવ હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org