Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮૮ ઉત્તર -જે જઘન્ય અસંખ્યાત કે જઘન્ય અનંતુ આવ્યું હોય તેમાં એક દાણો ઓછો કરો તો પાછળનું ઉત્કૃષ્ટ થાય છે. અને એક-બે-ત્રણ ઈત્યાદિ ઉમેરો તો તેની આગળનું મધ્યમ થાય છે.
પ્રશ્ન-પ૭ વર્ગ એટલે શું ? ઉત્તર - કોઈપણ એક સંખ્યાને તે જ સંખ્યા વડે એકવાર ગુણવા તે વર્ગ.
પ્રશ્ન-૫૮ અભવ્ય જીવો કયા અનતે ? અને આવલિકાના સમયો કયા અસંખ્યાત ગણાય છે ?
ઉત્તર-અભવ્ય જીવો ચોથા જઘન્યયુક્ત અનંતે જાણવા. તથા આવલિકાના સમયો ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતે જાણવા.
પ્રશ્ન-૫૯ જઘન્ય અસંખ્યાત-અસંખ્યાતનો ત્રણવાર વર્ગ કર્યા પછી ૧૦ વસ્તુઓ જે ઉમેરવાની છે તે કઈ કઈ ?
ઉત્તર - (૧) લોકોકાશના પ્રદેશો, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશો, (૩) અધર્માસ્તિકાયના પ્રદેશો, (૪) એક જીવના પ્રદેશો, (૫) સ્થિતિબંધના અધ્ય. , () રસબંધના અધ્યવસ્થાનો, (૭) યોગના અવિભાગ પલિચ્છેદો, (૮) ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો, (૯) પ્રત્યેક શરીરી જીવો, (૧૦) સાધારણ વનસ્પતિકાયનાં શરીરોની સંખ્યા.
પ્રશ્ન-૬૦ જઘન્ય અનંતાનંતમાં ઉમેરાતી ૬ વસ્તુઓ કઈ કઈ ?
ઉત્તર -(૧) સિદ્ધના જીવો, (૨) નિગોદના જીવો, (૩) વનસ્પતિકાયના જીવો, (૪) ત્રણે કાળના સમયો, (૫) સર્વપુદ્ગલ પરમાણુઓ, (૬) સર્વ લોકાલોકાકાશના પ્રદેશો.
પ્રશ્ન-૬૧ કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયો એટલે શું ?
ઉત્તર - કેવલજ્ઞાન અને કેવલદર્શનથી જે કંઈ જાણી શકાય અને જોઈ શકાય તે તેના પર્યાય કહેવાય છે. સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ, અને તેના સર્વે પર્યાયો જેટલા થાય તેટલા કેવલજ્ઞાનના અને કેવલદર્શનના પર્યાયો કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org