Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 285
________________ ૨૮૪ *} = " છે. પરંતુ આવો પ્રશસ્ત કષાય સાતમે આમે ગુણઠાણે જ આવે છે અને સંયમ હોય તો જ આવે છે એટલે આહારકનો બંધ હેતુ સંયમે કહ્યો છે. પરંતુ પરમાર્થથી તો સંયમ પ્રત્યેનો શુભ રાગ જ બંધનું કારણ છે. એવી જુ રીતે જિનનામના બંધનો હેતુ સર્વજીવોનો ઉપકાર કરવાની જે કરૂણા છે તે છે. અને તે પ્રશસ્તરાગે છે આવો કરૂણાયુક્ત રાગ સિમ્યક્ત્વ આવે તો જ આવે છે માટે સમ્યકત્વ એ જિનનામના બંધનો હેતુ કહ્યો છે. તત્ત્વથી તો કરૂણા યુક્ત રાગ જ બંધહેતુ છે. પ્રશ્ન-૪૩ ચૌદે ગુણસ્થાનકોમાં સર્વજીવોને આશ્રયી કેટલા કેટલા બંધહેતુ હોઈ શકે ? ઉત્તર - અનુક્રમે ચૌદે ગુણસ્થાનકે ૫૫, ૫૦, ૪૩, ૪૬, ૩૯, ર૬, ૨૪, ૨૨, ૧૬, ૧૦, ૯, ૯, અને ૭ હોય છે. ચૌદમે ગુણઠાણે બંધહેતુ હોતા નથી. - પ્રશ્ન-૪૪ ચૌદે ગુણઠાણે એક જીવ આશ્રયી ઓછામાં ઓછા અને વધારેમાં વધારે બંધહેતુઓ કેટલા ? ઉત્તર - પહેલા ગુણઠાણે જઘન્યથી ૧૦ અને ઉત્કૃષ્ટથી ૧૮ બંધહેતુ હોય છે. બીજા ગુણઠાણે જઘન્યથી ૧૦ અને ઉત્કૃષ્ટથી ૧૭ બંધહેતુ હોય છે. ત્રીજા ગુણઠાણે જઘન્યથી ૯ અને ઉત્કૃષ્ટથી ૧૬ બંધહેતુ હોય છે. ચોથા ગુણઠાણે જઘન્યથી ૯ અને ઉત્કૃષ્ટથી ૧૬ બંધહેતુ હોય છે. પાંચમા ગુણઠાણે જઘન્યથી ૮ અને ઉત્કૃષ્ટથી ૧૪ બંધહેતુ હોય છે. છઠ્ઠા ગુણઠાણે જઘન્યથી ૫ અને ઉત્કૃષ્ટથી ૭ બંધહેતુ હોય છે. સાતમે ગુણઠાણે જઘન્યથી ૫ અને ઉત્કૃષ્ટથી ૭ બંધહેતુ હોય છે. આઠમે ગુણઠાણે જઘન્યથી ૫ અને ઉત્કૃષ્ટથી ૭ બંધહેતુ હોય છે. નવમે ગુણઠાણે જઘન્યથી ૨ અને ઉત્કૃષ્ટથી ૩ બંધહેતુ હોય છે. દસમે ગુણઠાણે ૨, અગિયારમાથી તેરમા સુધી ૧ બંધહેતુ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292