Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 284
________________ ૨૮૩ સિદ્ધાન્તકાર કહે છે. અને ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી અવધિદર્શન હોય છે એમ કર્મગ્રંથકાર કહે છે. પ્રશ્ન-૩૯ તત્ત્વાર્થસૂત્રમાં પ્રમાદ સાથે પાંચ બંધહેતુ કહ્યા છે. છતાં અહીં ગાથા ૫૦ માં ૪ જ બંધહેતુ કેમ કહ્યા ? પ્રમાદ કેમ ન કહ્યો ? ઉત્તર - પ્રમાદ પણ બંધહેતુ છે જ. પરંતુ તેનો અવિરતિ-કષાય અને યોગમાં સમાવેશ થાય છે. મદિરાપાને અને વિષયસેવને આદિ જે પ્રમાદ છે તે અવિરતિમાં સમાય છે. વિકથારૂપ જે પ્રમાદ છે તે કાયમ સમાય છે. અને વૈક્રિય તથા આહારકની રચનારૂપ જે પ્રમાદ છે તેયોંગમાં સમાય છે. પ્રશ્ન-૪૦ ચાર બંધહેતુઓના ઉત્તરભેદો કેટલા ? અને કયા ક્યા? ઉત્તર- મિથ્યાત્વના ૫, અભિગૃહીત, અનભિગૃહીત, આભિનિવેશિક, સાંયિક, અનાભોગ. અવિરતિના ૧૨, છ કાયનોવધ અને છ ઈન્દ્રિયોનો અસંયમ કષાયના ૨૫, અનંતાનુબંધી આદિ ૧૬ કષાયો અને નવ નોકષાયો. યોગના ૧૫, મનના ૪, વચનના ૪, અને કાયાના ૭. પ્રશ્ન-૪૧ ગાથા ૫૩માં સાતાનો બંધ ચાર પ્રત્યયિક, ૧૬ નો બંધ મિથ્યાત્વપ્રત્યયિક ૩૫નો બંધ મિથ્યાત્વ-અવિરતિ પ્રત્યયિક ને આહારકદ્ધિક તથા જિનનામ વિના શેષ ૬૫ નો બંધ યોગ વિના ત્રણ પ્રત્યયિક કહ્યો છે. તો આહારકદ્ધિક અને જિનનામ કર્મ કયા બંધહેતુથી બંધાય ? ઉત્તર - આહારકદ્ધિક સંયમથી અને જિનનામકર્મ સમ્યક્ત્વથી બંધાય છે. પ્રશ્ન-૪૨ જો સંયમ અને સમ્યક્ત્વથી આ ત્રણ કર્મ બંધાતા હોય તો બંધહેતુઓ ચારને બદલે છ કહેવા જોઈએ, તથા સંયમ અને સમ્યક્ત્વ એ તો આત્માના ગુણો છે. ગુણોથી કર્મો કેમ બંધાય? ગુણોથી તો ક્ષય થવો જોઈએ. ઉત્તર- પારમાર્થિકપણે તો દેવ-ગુરુ-અને ધર્મ પ્રત્યેનો અને વિશેષે કરીને સંયમ પ્રત્યેનો રાગ વિશેષ જ આહારકનો બંધ હેતુ છે. અને તે રાગ પણ પ્રશસ્ત એવો કષાય જ કહેવાય છે. માટે કષાયમાં અંતર્ગત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292