Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮૧
ઉત્તર - શરીરસ્થ જીવો બધા આહારી હોય છે. વિગ્રહગતિમાં પણ બધા અણાહારી હોતા નથી_જુગતિવાળા આહારી જ હોય છે. બે સમય અને એક વક્રાવાળા પણ આહારી હોય છે. છતાં પ્રત્યેક સમયે નિગોદમાં અનંતા-અનંતા જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે, તેમાં અણાહારી જીવો ઘણા હોય છે. જેથી અણાહારી કરતાં આહાસ - અસંખ્યાતગુણ જ થાય છે પરતું અનતગુણ નહીં.
પ્રશ્ન-૩૩ ચૌદ ગુણસ્થાનકોમાંથી ક્યા ગુણસ્થાનકે જીવ મૃત્યુ પામે? અને કયા ગુણસ્થાનકે જીવ મૃત્યુ ન પામે ? કયું ગુણસ્થાનક લઈને પરભવમાં જવાય ? અને કયું ગુણસ્થાનક લઈને ન જવાય ?
ઉત્તર - ત્રીજે બારમે અને તેરમે ગુણસ્થાનકે જીવ મૃત્યુ ન પામે, બાકીનાં અગિયારે ગુણસ્થાનકે મૃત્યુ પામી શકાય છે. પરભવમાં જતા જીવને પ્રથમ-દ્વિતીય-ચતુર્થ ગુણસ્થાનક માત્ર જ હોય છે. શેષ અગિયાર ગુણસ્થાનક ન હોય.
પ્રશ્ન-૩૪ બાદર એકેન્દ્રિય અપર્યાપ્તામાં, ચઉરિદ્રિય અપર્યાપ્તામાં. અને સંજ્ઞીપર્યાપ્તામાં આ ત્રણ અવસ્થાનકમાં બાસઠ માર્ગણામાંથી કેટલી માર્ગણા હોય ?
ઉત્તર - અનુક્રમે ૨૮, ૨૩ અને પર માર્ગણા હોય છે.
પ્રશ્ન-૩૫ મિશ્રગુણસ્થાનક, પ્રમત્તગુણસ્થાનક, સૂમસં૫રાય અને અયોગ ગુણસ્થાનક આ ચાર ગુણસ્થાનક ૬રમાંથી કેટલી માર્ગણાઓમાં હોય?
ઉત્તર - અનુક્રમે ૩૩, ૩૫, ૨૦ અને ૧૦ માર્ગણાઓમાં હોય છે.
પ્રશ્ન-૩૬ કયા કયા ગુણસ્થાનકે કેટલા કેટલા યોગ હોય ? અને તે કયા કયા ?
ઉત્તર - પહેલે - બીજે અને ચોથે ગુણઠાણે આહારકહિક વિના તેર યોગ હોય છે. મિશ્ર ગુણઠાણે ૪ મનના, ૪ વચનના, ઔદારિક અને વૈક્રિયકાયયોગ એમ ૧૦ હોય છે. પાંચમે આ ૧૦ ઉપરાંત વૈક્રિયમિશ્ર સહિત કુલ ૧૧ યોગ હોય છે. છટ્ટે ગુણઠાણે આ ૧૧ તથા આહારક અને આહારકમિશ્ર સાથે ૧૩ હોય છે. સાતમે ગુણઠાણે તે ૧૩ માંથી બે મિશ્ર વિના ૧૧ યોગ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org