Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 281
________________ ૨૮૦ ભાગમાં જેટલી સૂચિશ્રેણીઓ હોય તેના આકાશપ્રદેશની રાશિતુલ્ય નારકી જીવો છે. પ્રતરના અસંખ્યાતમા ભાગમાં કેટલી સૂચિશ્રેણીઓ હશે ? તો પ્રતરના અંગુલપ્રમાણના માપના ક્ષેત્રમાં જેટલી સૂચિશ્રેણીઓ હોય તેના પ્રથમ અને દ્વિતીય વર્ગમૂળ કાઢી તે બન્નેનો ગુણાકાર કરવો જેટલો આંક થાય તેટલી સૂચિશ્રેણીઓવાળો પ્રતરનો અસંખ્યાતમો ભાગ જાણવો. પ્રશ્ન-૨૮ વ્યંતર અને જ્યોતિષ્ક દેવોની સંખ્યા કેટલી ? ઉત્તર - સાત રાજ લાંબા-પહોળા એક પ્રતરની જેટલી સૂચિશ્રેણીઓ છે. તે દરેક સૂચિશ્રેણીના સંખ્યાતા સંખ્યાતા યોજનનો એકેક ટુકડો કરતાં જેટલા ટુકડા કુલ થાય તેટલા વ્યંતર દેવો છે તથા તે જ પ્રતરની તમામ સૂચિશ્રેણીના ૨૫૬-૨૫૬ અંગુલના માપનો એક એક ટુકડો કરતાં કુલ જેટલા ટુકડા થાય તેટલા જ્યોતિષ્ક દેવો છે. પ્રશ્ન-૨૯ વૈમાનિક દેવોની સંખ્યા કેટલી ? ઉત્તર - અંગુલમાત્ર ક્ષેત્રના આકાશપ્રદેશના ક્રમશઃ ત્રણ વર્ગમૂળ કાઢવા, ત્રીજા વર્ગમૂળનો ઘન કરવાથી જે આંક આવે તેટલી સાતરાજના માપની સૂચિશ્રેણીઓના જેટલા આકાશપ્રદેશો થાય તેટલા વૈમાનિક દેવો છે. પ્રશ્ન-૩૦ પુરુષો કરતાં સ્ત્રીઓ સંખ્યાતગુણી કહી છે તો કઈ ગતિમાં કેટલા ગુણી જાણવી ? ઉત્તર - તિર્યંચોમાં ત્રણણી કરતાં ત્રણ અધિક, મનુષ્યગતિમાં ૨૭ ગુણી અને ૨૭ અધિક, અને દેવોમાં ૩૨ ગુણી અને બત્રીસ અધિક હોય છે. પ્રશ્ન-૩૧ ચારિત્ર માર્ગણામાં કયા ચારિત્રવાળા જીવો કેટલા હોય? ઉત્તર - ૧ સૂક્ષ્મસંપરાયવાળા શતપૃથકત્વ, ર પરિહારવાળા સહસપૃથકત્વ, ૩ યથાખ્યાતવાળા કોટિપૃથકત્વ, ૪ છેદોપસ્થાપ્યવાળા કોટિશતપૃથકત્વ, અને પ સામાયિકવાળા કોટિસહસ્ત્રપૃથકત્વ હોય છે. પ્રશ્ન-૩૨ અણાહારીપણું વિગ્રહગતિમાં જ હોય છે. આહારીપણું શરીરધારી જીવોને હોય છે. વિગ્રહગતિમાં વર્તતા જીવો અલ્પ જ હોય છે. તેથી અણાહારી કરતાં આહારી જીવો અનંતગુણ કહેવા જોઈએ. તો અસંખ્યાતગુણ જ કેમ કહ્યા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292