Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 279
________________ ૨૭૮ સમ્યકત્વ પામી શકે છે. ત્યારે વૈક્રિયકાય યોગ ઘટે છે. ઉપશમશ્રેણીમાંથી ભવ ક્ષયે જ્યારે મૃત્યુ પામી વૈમાનિકમાં જાય ત્યારે વિગ્રહગતિમાં કાર્પણ અને અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્ર ગ્રંથકારના મતે ઘટે છે. પર્યાપ્ત તિર્થયો પ્રાથમિક ઔપથમિક પામે ત્યારે અને પર્યાપ્તા મનુષ્યો પ્રાથમિક તથા શ્રેણીસંબંધી ઔપથમિક પામે ત્યારે ઔદારિક કાયયોગ સંભવે છે. પરંતુ સામાન્યથી ઔદારિકમિશ્ર યોગ ઔપથમિક સમ્યકત્વમાં ઘટતો નથી. કારણ કે પ્રાથમિક ઔપથમિકવાળો જીવ મૃત્યુ પામતો નથી. અને શ્રેણીસંબંધી ઔપથમિકવાળો મૃત્યુ પામે છે પરંતુ નિયમા વૈમાનિકમાં જ જતો હોવાથી ઔમિશ્ર. ઘટતો નથી. છતાં સિદ્ધા તિશ્ચિન્તનીયા આવો ન્યાય હોવાથી વિદ્વાનોએ સૂત્રપાઠની સંગતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. તેથી આવી કલ્પના થઈ શકે છે કે સાસ્વાદની મૃત્યુ પામે છે. મૃત્યુ પામી મનુષ્ય-તિર્યંચમાં જાય છે. ત્યાં અપર્યાપ્તાવસ્થામાં ઔદારિકમિશ્ન યોગ હોય છે. અને આ સાસ્વાદન અવસ્થા એ ઔપશમિકની ભૂમિ હોવાથી ઔપશમિક છે. એમ માની શકાય છે. જેમ વેદક એ ક્ષયોપશમની જ એક પ્રકારની વિશિષ્ટાવસ્થા હોવાથી ક્ષયોપશમ જ કહેવાય છે. તેમ સાસ્વાદન પણ ઔપશમિકની જ અનંતાનુબંધીના ઉદયવાળી વિશિષ્ટ (મલીન) એવી અવસ્થા હોવાથી ઔપશમિક કહી શકાય છે. અને ત્યાં ઔદારિકમિશ્ર યોગ હોય છે. પ્રશ્ન-૨૨ વાઉકાયમાં સર્વ જીવોને વૈક્રિયલબ્ધિ હોય કે કોઈકને જ હોય ? તથા આ વૈક્રિય ભવપ્રત્યયિક કહેવાય કે લબ્ધિપ્રત્યયિક કહેવાય ? ઉત્તર- વાઉકાયમાં પણ સૂક્ષ્મ પર્યાપ્ત ૧, સૂક્ષ્મ અપર્યાપ્ત ૨, અને બાદર અપર્યાપ્ત ૩, એમ ત્રણ રાશિમાં તો આ વૈક્રિયલબ્ધિ હોતી જ નથી. તથા બાદર પર્યાપ્તામાં પણ પ્રથમ સમયથી જ વૈક્રિયષકની ઉવલના કરતો હોવાથી જ્યાં સુધી ઉઠ્ઠલના સમાપ્ત ન થાય ત્યાં સુધી જ વૈક્રિયની રચના કરે છે. માટે બાદર પર્યાપ્તામાં પણ આ લબ્ધિ કોઈકને હોય છે. કોઈકને હોતી નથી. આ વૈક્રિય લબ્ધિપ્રત્યયિક જ કહેવાય. ભવપ્રત્યધિક ન કહેવાય. કારણ કે જો ભવપ્રત્યયિક હોય તો વાઉકાયની ચારે રાશિના સર્વ જીવોમાં આ લબ્ધિ હોવી જોઈએ. પરંતુ તેમ નથી માટે ભવપ્રત્યયિક નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292