Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 280
________________ ૨૭૯ * મા , માનખાતા *, *** . આ જ પ્રકાર પ્રશ્ન-૨૩ મન-વચન- અને કાયયોગમાં જીવસ્થાનક-ગુણસ્થાનકયોગ અને ઉપયોગ જણાવવાની બાબતમાં ગ્રંથકારશ્રીનો અને અન્ય આચાર્યોનો આશયભેદ શું છે ? ઉત્તર - ગ્રંથકારનો આશય એવો છે કે મન-વચન અને કાયયોગમાં જે જીવોને જે જે યોગ હોય તે કહેવો. જેમ કે મનયોગ સંજ્ઞી પર્યાપ્તાને, વચનયોગ બેઈન્દ્રિય પર્યાપ્તાદિ પાંચ પર્યાપ્તાને, અને કાયયોગ ચૌદે જીવભેદને હોય છે. જ્યારે અન્ય આચાર્યોનો આશય એવો છે કે “યોગાન્તરરહિત એવા યોગની જ વિવક્ષા કરવી.” એટલે કે જ્યાં મન-વચન ન હોય ત્યાં જ કાયયોગ ગણવો. જ્યાં મનયોગ ન હોય ત્યાં જ વચનયોગ ગણવો. પ્રશ્ન-૨૪ ગર્ભજ મનુષ્ય અને સંમૂર્ણિમ મનુષ્ય કોને કહેવાય ? ઉત્તર - સ્ત્રી-પુરુષના સંયોગથી જેની ઉત્પત્તિ છે તે ગભર વિના સંયોગે જેની ઉત્પત્તિ છે તે સંછિમને ગર્ભજ સદા હોય છે. સંમર્ણિમ મનુષ્યો ક્યારેક હોય, ક્યારેક ન હોય. સંમૂર્ણિમ મનુષ્યોનું આયુષ્ય અંતર્મહત છે અને ઉત્પત્તિનો વિરહ ૨૪ મુહૂર્ત છે. તેથી ૨૩ મુહૂર્તથી કંઈક અધિકકાળ સંમૂ૦ મ. સંસારમાં ન પણ હોય એવું બને છે. પ્રશ્ન-૨૫ ગર્ભજ મનુષ્યો કેટલા ? તે જાણવાની કોઈ રીત છે ? ઉત્તર - ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે. એકના અંકને છ— વખત દ્વિગુણ કરવાથી અથવા પાંચમા છઠ્ઠા વર્ગના ગુણાકારથી આ સંખ્યા જાણી શકાય છે. પ્રશ્ન-૨૬ ગર્ભજ તથા સંમૂર્ણિમ એમ બન્ને સાથે મળીને મનુષ્યો કેટલા ? ઉત્તર - સાત રાજની લંબાઈવાળી અને એક આકાશ પ્રદેશની પહોળાઈ અને જાડાઈવાળી સૂચિશ્રેણીના અંગુલપ્રમાણ ક્ષેત્રના આકાશપ્રદેશના પ્રથમ અને તૃતીય વર્ગમૂલનો ગુણાકાર કરવાથી જે આંક આવે, તે આંકના માપે આખી એક સૂચિશ્રેણીના જેટલા ટુકડા થાય તેનાથી ૧ મનુષ્ય ઓછો છે. પ્રશ્ન-૨૭ નારકી જીવોનું માપ કેટલું ? ઉત્તર - સાતરાજ લાંબા-પહોળા એવા ૧ પ્રતરના અસંખ્યાતમા - મ માં. - Yક , ' + + અ નામતમાં પગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292