Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 278
________________ ૨૭૭ - - અ. ન ક ઉત્તર - પ્રતિપદ્યમાનની અપેક્ષાએ ચાર ગુણસ્થાનક હોય એટલે આવી અશુભ-લેશ્યા હોતે છતે વધુમાં વધુ ચાર જ ગુણસ્થાનક પામી શકાય છે. તેનાથી ઉપર નહીં તથા પૂર્વ પ્રતિપત્રને આશ્રયી છ ગુણસ્થાનક હોય છે. એટલે કે શુભલેશ્યામાં છ સુધીનાં ગુણસ્થાનક પામ્યા પછી તે ગુણસ્થાનકમાં વર્તતા જીવોને નિમિત્તવશથી આ ત્રણ અશુભલેશ્યા આવી શકે છે. પ્રશ્ન-૧૮ સ્ત્રીવેદમાં આહારકદ્ધિક વિના તેર યોગ કહ્યા. તો સ્ત્રીવેદમાં આ બે યોગ કેમ ન હોય ? ઉત્તર - દૃષ્ટિવાદ શાસ્ત્ર ભણવાનો અધિકાર સ્ત્રીજીવોને ન હોવાથી અને દૃષ્ટિવાદના અધ્યયન વિના આહારકલબ્ધિનો અસંભવ હોવાથી સ્ત્રીજીવોમાં આ બે યોગ કહ્યા નથી.. પ્રશ્ન-૧૯ સ્ત્રી જીવોમાં દૃષ્ટિવાદના અધ્યયનનો નિષેધ શા માટે ? ઉત્તર - તુચ્છ સ્વભાવ, અત્યન્ત આસક્તિ ઈત્યાદિ અનેક દોષો સ્ત્રીજાતિસંબંધી તેઓમાં હોય છે. વિશેષાવશ્યક ભાષ્યમાં “તુચ્છા પગારવવદુલા' ઈત્યાદિ ગાથામાં આ ચર્ચા કરેલી છે. તેથી સ્ત્રી જીવોમાં દૃષ્ટિવાદના અધ્યયનનો નિષેધ કરેલ છે. પ્રશ્ન-૨૦ જો સ્ત્રીજીવોમાં દૃષ્ટિવાદના અધ્યયનનો નિષેધ છે. તો કેવલજ્ઞાન કેમ થાય ? મરૂદેવા માતા અને મલ્લિનાથ આદિને કેવલજ્ઞાન થયેલું છે. જો કેવલજ્ઞાન થાય તો શ્રુતજ્ઞાન કેમ નહીં ? ઉત્તર - કેવલજ્ઞાન મોહક્ષય થયા પછી થાય છે. અને વિશિષ્ટ શ્રુતજ્ઞાન જ્યારે થાય છે ત્યારે મોહનો ક્ષય થયેલ નથી. તેથી કેવલી અવસ્થામાં મોહજન્ય જાતીયદોષનો સંભવ નથી અને શ્રુતાવસ્થામાં મોહનો ઉદય હોવાથી દોષોનો સંભવ છે. પ્રશ્ન-૨૧ ગાથા ૨૬માં ઔપશમિક સમ્યકત્વમાં આહારદ્ધિક વિના તેર યોગ કહ્યા છે. તો વૈક્રિય-વૈક્રિયમિશ્ર, કાર્મણ, ઔદારિક, અને ઔદારિકમિશ્ર આ પાંચ કાયયોગ કેવી રીતે સંભવે ? ઉત્તર - દેવ-નારકના જીવો પર્યાપ્તાવસ્થામાં પ્રાથમિક પશમિક *****ી જ ન , * * * * * * * * * - - - - - : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292