Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 276
________________ ૨૭પ - ક-નક કાર પરંતુ શતકર્ણિકારાદિના મતે ઉપશમશ્રેણીમાં પથમિક સમ્યક્ત્વી મૃત્યુ પામે છે પરંતુ પરભવાયુષ્યના ઉદયના પ્રથમ સમયે જ સમ્યકત્વ મોહનીયનો ઉદય થવાથી ક્ષાયોપથમિક સમ્યક્ત્વ સંજ્ઞી અપર્યાપ્તાને હોય છે પરંતુ ઔપથમિક નહીં. તથા કેટલાકના મતે તો ઔપશમિક સમ્યકત્વવાળા શ્રેણીમાં મૃત્યુ પામતા જ નથી. મૃત્યુ પામનાર ક્ષાયિક જ હોય છે. આ છેલ્લા બે મતે સંજ્ઞી અપર્યાપ્તામાં ઔપસિમ્ય. સંભવતું નથી. પ્રશ્ન-૧૨ ગાથા ૧૬ માં અચક્ષુદર્શન સર્વજીવભેદમાં હોય એમ કહ્યું છે પરંતુ ચઉરિન્દ્રિયાદિ જીવોને અપર્યાપ્તાવસ્થામાં ચક્ષુની રચના યથાર્થ ન થઈ હોવાથી જેમ ત્યાં ચક્ષુદર્શન સ્વીકાર્યું નથી. તેમ એકેન્દ્રિયાદિ જીવોને અપર્યાપ્તાવસ્થામાં ચક્ષુ વિનાની શેષ ઈન્દ્રિયો અને મનની રચના યથાર્થ ન થઈ હોવાથી ત્યાં અપર્યાપ્ત જીવભેદોમાં અચસુદર્શન કેવી રીતે સંભવે ? ઉત્તર - પુલોની રચના સ્વરૂપ દ્રવ્યન્દ્રિયો જો કે અપર્યાપ્તા એકેન્દ્રિયાદિ જીવભેદોમાં બની નથી. તો પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ મતિ-શ્રુત અને અવધિજ્ઞાન જેમ ત્યાં હોય છે તેમ દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ અચક્ષુદર્શન પણ ભાવેન્દ્રિયોને આશ્રયી હોય છે. પ્રશ્ન-૧૩ કેવલજ્ઞાની ભગવંતો મનવાળા ? કે મન વિનાના ? સંજ્ઞી કે અસંજ્ઞી ? ઉત્તર - કેવળજ્ઞાની ભગવંતો ક્ષાયિકભાવવાળા હોવાથી લાયોપથમિક ભાવના મનન-ચિંતન અને વિચારણાત્મક મતિ-શ્રુત સ્વરૂપ ભાવમન) તેઓને હોતું નથી. પરંતુ દૂર દેશ મન:પર્યવજ્ઞાની મહાત્માઓ અને અનુત્તરવાસી આદિ દેવો વડે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર - આપવા માટે મનોવર્ગણાના પુદગલોના ગ્રહણ-પરિણમન અને નિસર્ગ સ્વરૂપ દ્રવ્યમનો તેઓને હોય છે. આ કારણથી નોસંજ્ઞી અને નોઅસંજ્ઞી કહેવાય છે. છતાં ભૂતકાળના પર્યાયને આશ્રયી વ્યવહારનયથી સંgી કહેવાય છે. પ્રશ્ન-૧૪ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને મન હોય કે ન હોય ? જો હોય તો સંજ્ઞી કેમ ન કહ્યા ? અને જો ન હોય તો મન વિના તેના ફલસ્વરૂપ આહાર-ભય-મૈથુન-અને પરિગ્રહાદિ સંજ્ઞાઓ કેમ ઘટે ? કે અ નેક તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292