Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૭૩
ઉત્તર - (૧) સાસ્વાદન ગુણસ્થાનક સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય વિના શેષ છ અપર્યાપ્તા અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા એમ ૭ જીવભેદમાં હોય છે. ৩
(૨) ઔદારિક કાયયોગ ગ્રન્થકારના મતે સાતે પર્યાપ્તા જીવભેદમાં હોય છે. અને મતાન્તરે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા અને શેષ પર્યાપ્તિએ અપર્યાપ્તાને ઔદારિક કાયયોગ માનતાં કુલ ૧૪ જીવભેદમાં હોય છે.
(૩) અસત્યામૃષા વચનયોગ પાંચ પર્યાપ્તા ત્રસકાયના ભેદમાં હોય છે. (૪) અવધિદર્શન સંશી પંચેન્દ્રિય પર્યામા-અપર્યાપ્તા એમ બે ભેદમાં
હોય છે.
(૫) તેજોલેશ્યા સંજ્ઞી પર્યાપ્ત, સંજ્ઞી અપર્યાપ્ત. અને બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત એમ ત્રણ જીવભેદમાં હોય છે.
પ્રશ્ન-૫ માર્ગણાસ્થાનક એટલે શું ? તેના મૂલ તથા ઉત્તર ભેદો કેટલા ?
ઉત્તર - વસ્તુતત્ત્વનો વિચાર કરવા માટે પાડેલા પ્રકારો, વિચારણા યોગ્ય જે સ્થાનો તે માર્ગણાસ્થાનક, તેના મૂલભેદ ૧૪, અને ઉત્તરભેદ ૬૨ છે.
પ્રશ્ન-૬ સંયમમાં અવિરતિ, જ્ઞાનમાં અજ્ઞાન, સમ્યક્ત્વમાર્ગણામાં મિથ્યાત્વાદિ ત્રણ, સંજ્ઞી માર્ગણામાં અસંજ્ઞી, ભવ્યમાં અભવ્ય અને આહારીમાં અણાહારી માર્ગણા કેમ ગણાવી ? વિરોધી હોવા છતાં તેનું ગ્રહણ કેમ કર્યું?
ઉત્તર - કોઈપણ ૧ મૂલમાર્ગણામાં સર્વજીવોનો સમાવેશ કરવાના આશયથી પ્રતિસ્પર્ધી માર્ગણાઓને પણ વિવક્ષિતમાર્ગણાઓમાં લીધી છે. જેમ “તારી ટેવ સુધાર” અને “આવી ટેવ પાડ'' આ પ્રમાણે ટેવ શબ્દથી સુટેવ અને કુટેવ બન્ને લેવાય છે. તેમ અહીં સમજવું.
પ્રશ્ન-૭ મૂલ માર્ગણાઓ ૧૪ જ છે ? કે હીન - અધિક પણ છે? ઉત્તર - પંચસંગ્રહ-કમ્મપયડી અને મહાભાષ્ય આદિ ગ્રન્થોમાં હીન - અધિક માર્ગણા પણ છે આ વસ્તુતત્ત્વ વિચારવાનાં દ્વારો છે. તેથી પ્રયોજન અનુસારે હીન-અધિક હોઈ શકે છે. પરંતુ પ્રસિદ્ધિ ૧૪ માર્ચણાની વધારે છે.
-૪/૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org