Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૮
દાણો સાક્ષી તરીકે શલાકા નામના બે નંબરના પ્યાલામાં નાખવો. હવે તે અનવસ્થિત પ્યાલો જ્યાં સુધીમાં (અસત્કલ્પનાએ ૧૦૧ થી ૨૦૦ માં) ઠલવાયો ત્યાં સુધીના તમામ દ્વીપ-સમુદ્ર જેવડો (એટલે કે અ.ક. ૨૦૦ મા દીપ-સમુદ્ર સુધીના તમામ દ્વીપ-સમુદ્ર જેવડો) ફરીથી અનવસ્થિત પ્યાલો બનાવવો. સરસવોથી ભરવો. તેને ઉપાડી પછીના (૨૦૧મા) દ્વીપ-સમુદ્રથી એકેક દાણો નાખતાં સંપૂર્ણપણે ઠલવી દેવો. (પૂર્વ કરતાં અધિક દ્વીપ સમુદ્ર હોવા છતાં પણ સરળતા માટે ધારો કે તે પ્યાલો ૨૦૧ થી ૩૦૦માં ઠલવાયો) તેની યાદી તરીકે એક સાક્ષીદાણો શલાકા નામના બે નંબરના જ પ્યાલામાં નાખવો. હવે બે નંબરના શલાકા પ્યાલામાં રે દાણા થયા. ત્યારબાદ આ અનવસ્થિત પ્યાલો જ્યાં ખાલી થયો ત્યાં સુધીનો (એટલે જંબૂદ્વીપથી ૩૦૦ મા દ્વીપ સુધીનો) ફરીથી અનવસ્થિત પ્યાલો જ બનાવવો. તે પણ એક હજાર યોજન ઉડા, આઠ યોજનની જગતીવાળો, બે ગાઉની વેદિકાવાળો બનાવી સરસવોથી ફરીથી ભરીને ત્યારપછીના (અસત્કલ્પનાએ ૩૦૧ થી ૪૦૦મા) દ્વિીપ-સમુદ્રમાં ઠલવવો. અને તેનો ૧ સાક્ષી દાણો શલાકા પ્યાલામાં નાખવો. હવે શલાકા પ્યાલામાં ૩ દાણા થયા. આ પ્રમાણે વારંવાર અનવસ્થિત પ્યાલો જ બનાવવો. જે દ્વીપ-સમુદ્રમાં આ ઠલવાય. ત્યાં સુધીના તમામ દ્વીપ-સમુદ્રના માપવાળા, એક હજાર યોજનની ઉંડાઈવાળા, જગતી તથા વેદિકાવાળા અનવસ્થિત પ્યાલા જ મોટા-મોટા માપના બનાવતા જવું. સરસવોથી ભરીને પછી પછીના દીપ-સમુદ્રોમાં નાખતા જવું. અને એક એક બહારના સાક્ષીદાણા શલાકામાં નાખતા જવું. એમ કરતાં કરતાં શલાકા પ્યાલો સંપૂર્ણ ભરાય ત્યાં સુધી આ પ્રમાણે કરે જ જવું. આ શલાકાપ્યાલો પણ એક લાખ યોજનની લિંબાઈ-પહોળાઈ, એક હજારયોજનની ઉંડાઈ, તથા જગતી અને વેદિકાવાળો છે. તેને બરાબર ઉંચી ટોચવાળી શિખા સહિત આવા સાલિદાણા વડે ભરવો, આ શલાકાપ્યાલામાં શિખા સહિત જ્યારે સરસવો ભરાઈ જાય, ત્યારે છેલ્લો સાક્ષિદાણો શલાકામાં નાખતાં અનવસ્થિતનું જેટલું મોટું માપ થયું. તેટલા મોટા માપવાળો (એટલે કે અસત્કલ્પનાએ શલાકામાં છેલ્લો સાક્ષીદાણો નાખતાં ધારો કે અનવસ્થિત પ્યાલો ૧૦OO સુધીના દ્વીપ-સમુદ્ર ખાલી થયો હોય એમ માનીએ તો ૧૦૦૦ મા દ્વીપ-સમુદ્ર જેટલો મોટો) અનવસ્થિત પ્યાલો બનાવવો, સરસવોથી શિખા સહિત ભરવો. પરંતુ (૧000 મા દીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org