Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૬૫
જઘન્ય અસંખ્યાત અસંખ્યાતમાં જે રાશિ થઈ. તેનો ત્રણવાર વર્ગ કરવો. જેમ કે ૪ નો આંક છે. એનો પ્રથમ વર્ગ ૪૮૪ = ૧૬ થાય, તેનો બીજો વર્ગ ૧૬૮૧૬૨પ૬ થાય, તેનો ત્રીજો વર્ગ ૨૫૬૪૨પ૬૬૫૫૩૬ થાય. ધારો કે જ.અસં.અસં.માં ૪ ની રાશિ હોય તો તેનો ત્રણવાર વર્ગ કરવાથી ૬પપ૩૬ થાય. તેમ સાચી જે રાશિ તેમાં હોય તેનો ત્રણવાર વર્ગ કરવો. ત્યારબાદ હવે કહેવાતી ૧૦ વસ્તુઓની સંખ્યા તેમાં ઉમેરવી. તે ૧૦ વસ્તુઓ આ પ્રમાણે
(૧) લોકાકાશના પ્રદેશો. (૨) ધર્માસ્તિકાયના પ્રદેશો. (૩) અધર્માસ્તિકાયના પ્રદેશો. (૪) એક જીવના આત્મપ્રદેશો. (૫) સ્થિતિબંધમાં હેતુભૂત કાષાયિક અધ્યવસાય સ્થાનો. (૬) રસબંધમાં હેતુભૂત વેશ્યા સહકૃત કષાયજન્ય અધ્યવસાય સ્થાનો. (૭) કરણવીર્ય રૂપ યોગના અવિભાગ પલિચ્છેદો. (૮) ઉત્સર્પિણી અવસર્પિણી એમ બે કાળના સમયો. (૯) પૃથ્વીકાયાદિ સર્વે પ્રત્યેક શરીરવાળા જીવો. (૧૦) સાધારણ વનસ્પતિ કાયનાં માત્ર શરીરો. (જીવો નહીં).
આ દશ વસ્તુઓ ઉમેર્યા પછી શું કરવાનું ? તે હવે પછીની ગાથામાં આવે છે. અહીં ચૌદ રાજ લોક પ્રમાણ જે આકાશ તે લોકાકાશ. તેના આકાશપ્રદેશો, ધર્માસ્તિકાયના પ્રદેશો, અધર્માસ્તિકાયના પ્રદેશો, અને ૧ જીવના આત્મપ્રદેશો આ ચારે અસંખ્યાત-અસંખ્યાત છે. માંહોમાંહે ચારે સમાન સંખ્યાવાળા છે. તે ચારેની સંખ્યા ઉમેરો. તથા સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાય સ્થાનો તે પણ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્નાદિથી પ્રારંભી પોત-પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીનાં પ્રતિસમયવાર જે સ્થાનો તે સ્થિતિસ્થાનો, તેમાંના એકેક સ્થિતિસ્થાનમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. આ જ પ્રમાણે મોહનીયાદિ કર્મોમાં પણ જાણવું. તે આઠે મૂલકર્મો અને ૧૨૦ ઉત્તરભેદોના જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના સ્થિતિબંધના સર્વ સ્થાનોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org