Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૭૦
(૪) સર્વકાળના સમયો - જેટલો ભૂતકાળ ગયો, અને જેટલો ભાવિકાલ છે. તે સર્વકાળની અનંતાનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો ઉમેરવા.
(૫) સર્વ પુદ્ગલ પરમાણુઓ - કર્મગ્રંથ પાંચમામાં કહેવાશે તેવી આઠ ગ્રાહ્ય અને આઠ અગ્રાહ્ય વર્ગણાઓના, તથા કમ્મપયડમાં કહેલી ધુવાચિત્ત આદિ અનેક વર્ગણાઓના જે જે પુગલસ્કંધો છે. તે તમામ સ્કંધોના પરમાણુઓની સંખ્યા ઉમેરો.
(૬) સર્વ આકાશના પ્રદેશો - જો કે અહીં મૂલગાથામાં મતોનÉ= કહીને અલોકાકાશના જ પ્રદેશો કહ્યા છે તો પણ આ અલોકાકાશનું વિધાન ઉપલક્ષણ સ્વરૂપ હોવાથી લોકાકાશ અને અલોકાકાશ એમ બન્નેના પ્રદેશોની સંખ્યા ઉમેરો. સર્વ સંમતમતોનમોડસ્તો મત્યુપત્તક્ષાત્વીત સર્વોડ તોળાતો પ્રવેશ શિઃ | (જુઓ સ્વપજ્ઞટીકા).
આ છ વસ્તુઓની સંખ્યા ઉમેર્યા પછી ફરીથી ત્રણવાર વર્ગ કરો. (તો પણ ઉત્કૃષ્ટાનંતાનંત હજુ થતું નથી. માટે) ત્યારબાદ કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયો જ્યારે ઉમેરીએ ત્યારે ઉત્કૃષ્ટાનંતાનંત આવે છે. સર્વદ્રવ્યો, સર્વક્ષેત્રો, ત્રણે કાળ, અને સર્વ દ્રવ્યોના સર્વ કાળ આશ્રયી થતા સર્વ ભાવો (પર્યાયો) કેવલજ્ઞાન વડે જોઈ શકાય છે. તે શેયપર્યાયો અનંતાનંત હોવાથી કેવલજ્ઞાનના જ્ઞાનપર્યાયો પણ અનંતાનંત કહેવાય છે. એવી જ રીતે કેવલદર્શનથી દશ્યપર્યાયો અનંતાનંત હોવાથી કેવલદર્શનના પણ પર્યાયો અનંતાનંત કહેવાય છે. તે સર્વ ઉમેરતાં ઉત્કૃષ્ટાનંતાનંત નામનું જયેષ્ઠ અનંતુ એટલે નવમું અસંતું થાય છે. પરંતુ સંસારમાં સદા મધ્યમ અનંતાનંતનો જ વ્યવહાર થાય છે. સંસારવર્તી સમસ્ત અનંત સંખ્યાવાળી વસ્તુઓ આઠમા અનંતે જ છે. નવમા અનંતાથી મપાય એવી એકપણ વસ્તુ નથી. આ કારણથી જ સૂત્રમાં નવમું અસંતું નથી એમ જ કહ્યું છે. વળી સૂત્રકારનો આશય એમ પણ છે કે ત્રણવાર વર્ગ - છ વસ્તુઓનો પ્રક્ષેપ. પુનઃ ત્રણવાર વર્ગ. ત્યારબાદ કેવલદ્ધિકના પર્યાયો નાખીએ તો પણ પ્રમેયના અભાવે ઉત્કૃષ્ટ અનંતાનંત થતું નથી એમ સમજીને જ અનુયોગ દ્વારાદિ સૂત્રોમાં નવમા અનંતાનો નિષેધ કર્યો છે. માત્ર અષ્ટવિધ અનંત જ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org