Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૩ पल्लाणवछियसलाग-पडिसलागमहासलागक्रवा । जोयणसहसोगाढा सवेइयंता ससिहभरिया ॥ ७३॥ (पल्याः अनवस्थितशलाकाप्रतिशलाकामहाशलाकाख्याः । योजनसहस्रावगाढाः सवेदिकान्ताः सशिखभृताः ॥ ७३ ॥)
શબ્દાર્થ પર = પ્યાલા,
ગોચાસદસોઢા = એક હજારમાવષ્ક્રિય = અનવસ્થિત, યોજનની ઊંડાઈવાળા, સત્તાન = શલાકા,
સચંતા = વેદિકાસહિત, પડતા = પ્રતિશલાકા, સદરિયા = શિખા સહિત માસના =મહશલાકાનામના
ભરેલા કરવા. ગાથાર્થ - અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા અને મહાશલાકા નામના ચાર પ્યાલા એક હજાર યોજનની ઉંડાઈવાળા, વેદિકા સહિત શિખા સાથે (સરસવોથી) ભરવા. ૭૩ા
વિવેચન - સર્વ દ્વીપ અને સમુદ્રની મધ્યમાં આવેલો, જંબુ વૃક્ષના નામ ઉપરથી “જંબૂ” નામવાળો, એક લાખ યોજન આયામ (લંબાઈ) અને વિખંભ (પહોળાઈ)વાળો, જેમાં આપણે સર્વે રહીએ છીએ તે જંબૂદ્વીપ નામનો દ્વીપ છે. તેના માપના ચાર પ્યાલા બનાવવા. તથા તે ચારે પ્યાલા એક હજાર યોજનની ઉંડાઈવાળા બનાવવા. તથા તે ચારે પ્યાલાની ફરતી આઠ યોજનાની ઉંચાઈવાળી, મૂળમાં બાર, મધ્યમાં આઠ, અને ઉપર ચાર યોજનની પહોળાઈવાળી, તથા ઉપરના ભાગે બે ગાઉ ઉંચાઈવાળી પદ્મવર વેદિકા જેવી વેદિકાયુક્ત એવી જગતી વડે શોભતા આ ચાર પ્યાલા કરવા. જો કે આવા પ્યાલા કંઈ કરી શકવાના નથી. પરંતુ સંખ્યાતા આદિનું સ્વરૂપ સમજાવવા માટે આ એક માપ સમજાવાય છે. આવા ચાર પ્યાલા બનાવી તે ચારે પ્યાલાને હવે કહેવાતી રીતિ મુજબ સરસવોથી ભરવા. આ ચારે પ્યાલાને ઓળખવા માટે તેનાં આવા પ્રકારનાં ચાર નામો છે. (૧) અનવસ્થિત - આગળ આગળ યથોત્તર વધવાના સ્વભાવવાળો હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org