Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૨
વિવેચન - સંખ્યાતું ત્રણ પ્રકારનું છે. જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ, ત્યાં બેની સંખ્યા સૌથી નાની હોવાથી જઘન્ય સંખ્યાનું કહેવાય છે. અહીં એક પ્રશ્ન થવો સંભવિત છે કે બેથી નાની સંખ્યા એકની છે છતાં એકની સંખ્યાને છોડીને બેની સંખ્યાને શા માટે જઘન્યસંખ્યાનું કહેવાય છે ? તેનો ઉત્તર આપતાં ટીકાકારે નીચે મુજબ પાંચ કારણો કહ્યાં છે.
(૧) જે ગણનાનો વિષય ન બને, ગણનારહિત હોય છે. જેનું ઉચ્ચારણ ન થાય તે ગણન સંખ્યાને પામતું નથી. જેમ જ્યાં એક ઘટ પડ્યો હોય ત્યાં “આ ઘટ છે” એમ કહેવાય છે. પરંતુ “આ એક ઘટ છે” એમ કહેવાતું નથી. અને જ્યાં બે-ત્રણ ઘટ હોય ત્યાં “આ બે ઘટ છે?” “આ ત્રણ ઘટ છે' એમ બોલાય છે તેથી “એકની” સંખ્યાનો ઉલ્લેખ થતો નથી માટે એકને ગણન સંખ્યા કહેવાતી નથી.
(૨) લેવડ-દેવડમાં એક વસ્તુ ઓછી-વધતી આવે તો તેનો કોઈને વાંધો ન હોવાથી એકની સંખ્યાને ગણનાનો વિષય કહેવાતો નથી.
(૩) એક એ અત્યન્ત અલ્પ સંખ્યા હોવાથી વ્યવહારનો વિષય નથી.
(૪) એકને ગમે તેટલી વાર તે જ અંક વડે ગુણો તો પણ તે જ સંખ્યા રહેતી હોવાથી, વધારો ન થતો હોવાથી એકની સંખ્યા ગણનાને પામતી નથી.
(૫) કોઈપણ સંખ્યાને એક વડે ગમે તેટલી વાર ગુણો તો પણ વૃદ્ધિ થતી નથી. માટે એકની સંખ્યા ગણનાને યોગ્ય નથી.
ઉપરોક્ત કારણોસર એકને છોડીને બેની સંખ્યાને જ જઘન્ય સંખ્યાતું કહેવાય છે. ત્રણ-ચાર-પાંચ-છ-સાત ઈત્યાદિ સંખ્યા તે મધ્યમ સંખ્યાતું જાણવું. જ્યાં સુધી ઉત્કૃષ્ટ સંખ્યાતું (ન) આવે ત્યાં સુધી આ જાણવું.
પ્રશ્ન - ઉત્કૃષ્ટ સંખ્યાતું કોને કહેવાય અને કેવી રીતે જાણવું ?
ઉત્તર - ઉત્કૃષ્ટ સંખ્યાતું જંબૂદ્વીપના માપવાળા ચાર પાલાની પ્રરૂપણા વડે હવે કહેવાતી રીતિ-નીતિ મુજબ જાણવું. ૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org