Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૦
પણ,
આ ચિત્રમાં લખેલી ઉત્તરભેદની સંખ્યા અનેક જીવઆશ્રયી છે. તેમાંથી એક જીવઆશ્રયી સ્વયં સમજી લેવી. ૭૦
આ પ્રમાણે સવિસ્તરપણે ભાવાર કહ્યું. હવે સંખ્યાત-અસંખ્યાત અને અનંતના સ્વરૂપને સમજાવનારું અંતિમ વાર કહે છે. संखिज्जेगमसंखं, परित्तजुत्तनियपयजुयं तिविहं । एवमणंतं पि तिहा, जहन्नमज्झुक्कसा सव्वे ॥ ७१॥ (संख्येयमेकमसंख्येयं परित्तयुक्तनिजपदयुक्तं त्रिविधम् । एवमनन्तमपि त्रिधा, जघन्यमध्यमोत्कृष्टानि सर्वाणि ॥ ७१॥)
શબ્દાર્થ વિજ્ઞ = સંખ્યાતું,
| વમતપિ = એ પ્રમાણે અનંતુ i = એક પ્રકારનું, નવું = અસંખ્યાતું,
તિહા= ત્રણ પ્રકારે, પરિત્તગુનિયાનુયે પરિત્ત, યુક્ત નફનમઝુવા = જઘન્ય, મધ્યમ અને નિજપદથી યુક્ત,
અને ઉત્કૃષ્ટ, તિવિદં= ત્રણ પ્રકારનું, સને = સર્વ
ગાથાર્થ - સંખ્યાતું એક પ્રકારનું છે. અસંખ્યાતું પરિત્ત, યુક્ત અને નિજ પદથી યુક્ત ત્રણ પ્રકારનું છે. એ પ્રમાણે અનંતું પણ ત્રણ પ્રકારનું છે. તથા સર્વે ભેદો જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ જાણવા. ૭૧ II
વિવેચન - જેની ગણના કરી શકાય તે સંખ્યાનું કહેવાય છે. તે એક પ્રકારનું છે. જેની ગણના ન કરી શકાય તે અસંખ્યાતું કહેવાય છે. તેના (૧) પરિત્ત, (૨) યુક્ત, અને (૩) નિજપદયુક્ત એટલે અસંખ્યાત પદથી યુક્ત એમ ત્રણ પ્રકારો છે. સારાંશ કે પરિત્ત અસંખ્યાત, યુક્ત અસંખ્યાત, અને અસંખ્યાત અસંખ્યાત એમ ત્રણ પ્રકારે છે. તેવી જ રીતે અનંત પણ ત્રણ પ્રકારે છે. (૧) પરિત્ત અનંત, (૨) યુક્ત અનંત અને (૩) અનંતાનંત. એમ ત્રણ ભેદ છે. આ સર્વે(સાત) ભેદો જઘન્ય-મધ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org