Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩પ.
હોય તેટલું તેટલું ચારિત્ર ઔપથમિક અને ક્ષાયિકભાવનું ગણાય. અને જેટલી જેટલી પ્રકૃતિઓનો ઉપશમ અથવા ક્ષય હજુ બાકી છે તેને આશ્રયી ક્ષયોપશમ ભાવનું ચારિત્ર ગણાય. છતાં પૂર્વાચાર્ય પુરુષોએ ઉપશમ થતાને ઉપશમ થઈ ગયેલો માનીને અથવા અગિયારમે ગુણઠાણે જે સર્વથા ઉપશાન્તાવસ્થા આવવાની છે. તેનું આ નવમા-દસમા ગુણઠાણાવાળી અવસ્થા કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઉપશમ એવા નવમા-દસમા ગુણઠાણાવાળાને ઔપશામિક ભાવનું ચારિત્ર માન્યું છે. જે આ ગાથાના પદમાં પાંચ ભાવ કહ્યા છે. તેનાથી જણાય છે. પરંતુ ક્ષય કરતા ક્ષેપકને ક્ષાયિકભાવનું ચારિત્ર માનવું કે નહી ? તે ગાથામાં સ્પષ્ટ નથી. પરંતુ સ્વોપજ્ઞ ટીકામાં આ જ ગાથામાં પાછળ ગુણઠાણાવાર ઉત્તરભેદો જ્યાં આપ્યા છે ત્યાં ટીકાકારે સ્પષ્ટ કર્યું છે કે ગૌ શનિવરિત્રનHIáનિવૃત્તરારોપરાન્ત યાવત્ પ્રાપ્યતે, क्षायिकभावभेदश्च क्षायिकसम्यक्त्वरूपोऽविरतादारभ्योपशान्तं यावत् प्राप्यते, क्षीणमोहे क्षायिकं सम्यक्त्वं चारित्रं च प्राप्यते, सयोगिकेवल्ययोगिकेवलिनोस्तु નવા ક્ષાવિવિ : પ્રાપ્યતે | આ પદથી સમજાય છે કે ઉપશમકને જેમ ઔપથમિકભાવનું ચારિત્ર નવમે-દસમે માને છે. તેમ લપકને (નવ-દસમે ગુણઠાણે ) ક્ષાવિકભાવનું ચારિત્ર માનતા નથી. ત્યાં હજુ પૂર્ણ મોહનો ક્ષય થયો નથી તેથી ક્ષયોપશમભાવનું જ ચારિત્ર હોય એમ અર્થ ફલિત થાય છે. તેથી વેડ રવીનાપુર્વે - આ પદમાં રહીને લખવા છતાં નવમા-દસમાવાળા ક્ષપકનો પણ સમાવેશ કરવો. કારણ કે ક્ષીણમોહે અને અપુર્વકરણે જેમ ચાર ભાવ જ હોય છે. તેમ લપકને પણ ચાર ભાવ જ હોય છે. તેથી અહીં ક્ષીણ શબ્દથી ક્ષીણમોહ પણ લેવા. અને લપક પણ લઈ લેવા. તે આ પ્રમાણે
ક્ષીણમોહગુણઠાણે સમ્યકત્વ અને ચારિત્રબન્ને ક્ષાવિકભાવના, મતિજ્ઞાનદિ શેષ ઉપયોગો અને દાનાદિ પાંચ લબ્ધિઓ ક્ષયોપશમભાવની, મનુષ્યાદિ ભાવો ઔદયિક ભાવના, અને ભવ્યત્વ-જીવત્વ પારિણામિકભાવનું હોય છે.
ક્ષપકને (નવમે-દસમે ગુણઠાણે) માત્ર એક સમ્યકત્વ જ ક્ષાવિકભાવનું, મતિજ્ઞાનાદિ શેષ ઉપયોગો, દાનાદિ પાંચ લબ્ધિઓ તથા ચારિત્ર પણ ક્ષયોપશમભાવનું, મનુષ્યભવાદિ ઔદયિકભાવનાં, અને ભવ્યત્વ તથા જીવત્વ પારિણામિક ભાવનાં જાણવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org