Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૪ ચાર ભાવો હોય છે. ઉપશામક તથા ઉપશાન્તમોહને ચાર અથવા પાંચ ભાવો હોય છે. ક્ષીણમોહે અને અપૂર્વકરણે ચાર ભાવો હોય છે. બાકીના ગુણસ્થાનકોમાં માત્ર ત્રણ ભાવો હોય છે. આ સર્વ એક જીવને આશ્રયી જાણવું. ૭૦II
વિવેચન - હવે ચૌદ ગુણસ્થાનકોમાં કયા કયા ગુણસ્થાનકે કેટલા કેટલા ભાવ હોય ? તે કહે છે. અવિરતસમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક સુધી કુલ ચાર ગુણસ્થાનકોમાં ત્રણ અથવા ચાર ભાવ હોય છે. આ ચારે ગુણઠાણે ત્રણે સમ્યકત્વવાળા જીવો હોય છે. તેથી જો ક્ષયોપશમ સમ્યકત્વવાળા જીવો હોય તો ત્રણ ભાવો હોય છે. તે આ પ્રમાણે - ક્ષયોપશમભાવે જ્ઞાન-દર્શનાદિ તથા સમ્યક્ત્વ, ઔદયિકભાવે મનુષ્યગત્યાદિ, અને પારિણામિકભાવે જીવત્વ અને ભવ્યત્વ એમ ત્રણ ભાવ હોય છે. તે જીવોને ઔપશમિક અને ક્ષાયિકભાવ સંભવતા નથી. માટે ત્રણ ભાવ જ હોય છે. પરંતુ જો ક્ષાયિકસમ્યકત્વી જીવ હોય તો ક્ષાયિકભાવ વધારે હોવાથી અને જો ઔપશમિકસમ્યકત્વી જીવ હોય તો ઔપશમિકભાવ વધારે હોવાથી કુલ ૪ ભાવો હોય છે.
' ઉપશામક અને ઉપશાન્તમોહને ચાર અથવા પાંચ ભાવો હોય છે. ઉપશમશ્રેણીમાં ચડતા જીવો મોહનો ઉપશમ કરતા હોવાથી ઉપશામક કહેવાય છે. અને અગ્યારમે ગુણઠાણે સર્વથા મોહને ઉપશમ થઈ ગયો હોવાથી ઉપશાન્તમોહ કહેવાય છે. જો કે આઠમા ગુણસ્થાનકથી જ ઉપશમશ્રેણી અથવા ક્ષપકશ્રેણી પ્રારંભાય છે. તો પણ આઠમે ગુણઠાણે ચારિત્રમોહનીય કર્મની એક પણ પ્રકૃતિનો ક્ષય અથવા ઉપશમ ન થતો હોવાથી ઉપશમ અને લપક શ્રેણી હોવા છતાં પણ ઉપશામક કે લપક કહેવાતો નથી તથા ઔપશમિક કે સાયિકભાવનું ચારિત્ર કહેવાતું નથી. માત્ર સમ્યકત્વ જ ઉપશમ હોય તો તેને આશ્રયી ઔપશમિકભાવ, અને ક્ષાયિક હોય તો તેને આશ્રયી ક્ષાયિકભાવ જાણવો. પણ ચારિત્ર તો માત્ર ક્ષયોપશમ ભાવનું જ (આઠમે) જાણવું. તથા નવમે-દસમે ગુણઠાણે પણ ચારિત્રમોહનીયકર્મની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ તથા ક્ષય ચાલુ છે. હજુ પૂર્ણપણે ઉપશમ અથવા ક્ષય થઈ ગયો નથી. તેથી પરમાર્થથી તો ઔપથમિકભાવનું અને ક્ષાવિકભાવનું ચારિત્ર હજુ આવ્યું નથી. જેટલી જેટલી પ્રકૃતિઓ ઉપશમ અથવા ક્ષય પામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org