Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૨ કર્મોમાં હોય છે. કારણ કે આ જીવ જેમ જેમ ઉપરના ગુણસ્થાનકોમાં આરોહ છે. તેમ તેમ ક્રમશઃ સર્વે કર્મોનો ક્ષય થાય છે. તે ક્ષાયિકભાવ. તથા મિથ્યાત્વાદિ ગુણસ્થાનકોમાં યથાયોગ્ય આઠે કર્મોનો ઉદય પણ છે જ. તે
ઔદયિકભાવ. તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો સત્તામાં હોવાથી સંક્રમણાદિ જુદાજુદા કારણો પ્રમાણે કંઈને કંઈ પરિણમન પામે છે. કાશ્મણવર્ગણાનો આ સહજ સ્વભાવ (પારિણામિક) ભાવ છે કે તે તે કર્મોરૂપે પરિણમન પામવું અર્થાત્ કાર્મણવર્ગણામાં પરિણમન પામવાની જે યોગ્યતા છે તે સહજ હોવાથી પરિણામિકભાવ કહેવાય છે. આ પ્રમાણે શેષ ત્રણે ભાવો આઠે કર્મોમાં છે. ઉપરની વિચારણા જોતાં મોહનીયમાં પાંચે ભાવો હોય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયમાં ઔપશમિક વિનાના ચાર ભાવો હોય. અને શેષ ચાર અઘાતી કર્મોમાં પથમિક અને ક્ષાયોપથમિક વિના શેષ ત્રણ ભાવો જ હોય છે. કર્મોમાં ભાવો સમજાવ્યા, કર્મો જીવને બંધાયાં હોય છે. એટલે જીવદ્રવ્યને વિષે(કર્મોમાં કહેવા દ્વારા) ભાવો સમજાવ્યા. હવે પાંચ અજીવદ્રવ્યોમાં ભાવો સમજાવે છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, અને પગલાસ્તિકાય આ પાંચે દ્રવ્યો પોતપોતાના કાર્યમાં સહજભાવે જ પ્રવર્તે છે ગતિઉપખંભક, સ્થિત્યુપખંભક, અવકાશદાન, વર્તન, અને પૂરણગલન સ્વરૂપ પોતાના પરિણામમાં (કોઈપણ પરદ્રવ્યને આધીન થયા વિના) પોતાના સહજભાવે જ અનાદિકાળથી તે તે દ્રવ્યો પરિણામ પામે છે. તેથી આ પાંચે દ્રવ્યો અનાદિપારિણામિક ભાવવાળાં છે. તેમાં પણ એટલી વિશેષતા છે કે ધર્માદિ ચાર દ્રવ્યોમાં માત્ર અનાદિપારિણામિક ભાવ જ હોય છે પરંતુ પાંચમા પગલાસ્તિકાય દ્રવ્યમાં મેરૂપર્વત, ચંદ્ર, સૂર્ય અને દેવલોકનાં વિમાનો, તથા શાશ્વત પર્વતો, મૂર્તિઓ અને મંદિરો આદિ પદાર્થોમાં અનાદિ પારિણામિકભાવ હોય છે. કારણ કે અનાદિકાળથી પ્રતિસમયે પૂરણ-ગલન હોવા છતાં આ જ ધ્રુવ આકાર રૂપ પરિણમન રહે છે. તથા ભેણુક - ચણક - ચતુરણુક આદિ સ્કંધોમાં પુરણ ગલન થતાં નિયત સંખ્યાના પ્રદેશવાળા સ્કંધો રહેતા નથી. વધઘટ થાય છે તેથી આકૃતિ પણ નિયત નથી માટે ત્યાં સાદિ પારિણામિક ભાવ ઘટે છે એમ પગલદ્રવ્યમાં અનાદિ અને સાદિ એમ બે પ્રકારનો પારિણામિકભાવ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org