Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૬ અપૂર્વકરણ ગુણઠાણે જો ઉપશમસમ્યક્તીએ ઉપશમ શ્રેણી માંડી હોય તો ક્ષાયિકભાવ વિના ચાર હોય, જો ક્ષાયિકસમ્યક્ત્વીએ ઉપશમ શ્રેણી માંડી હોય તો ઔપશમિકભાવ વિના ચાર હોય. અને જો ક્ષપક શ્રેણીવાળો જીવ હોય તો પણ પથમિકભાવ વિના ચાર ભાવ હોય, પરંતુ ત્રણેને ચારથી વધારે કે ઓછા ભાવ ન હોય.
બાકીનાં ૧-૨-૩ તથા ૧૩-૧૪ આ પાંચ ગુણસ્થાનકોમાં ત્રણ ભાવ જ હોય છે. ત્યાં પ્રથમના ત્રણ ગુણઠાણે ક્ષાયિક અને ઔપશમિકભાવ વિના શેષ ત્રણ ભાવો હોય છે. અને તેરમે-ચૌદમે ક્ષાયોપથમિક અને ઔપથમિક વિના શેષ ત્રણ ભાવો હોય છે. આ વાત સુગમ છે.
હવે ચૌદ ગુણસ્થાનકોમાં પાંચ ભાવોના ઉત્તરભેદ કેટલા? તે જણાવે છે.
(૧) મિથ્યાદષ્ટિ ગુણઠાણે મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન, ચક્ષુઅચક્ષુ બે દર્શન, અને દાનાદિ પાંચ લબ્ધિઓ એમ લાયોપથમિકભાવના ૧૦ ભેદ હોય છે. ઔદયિકભાવના એકવીશે ભેદ હોય છે. અને પારિણામિકભાવના ભવ્યત્યાદિ ત્રણે ભેદ હોય છે. એમ કુલ મૂલ ભાવ ૩, અને ઉત્તરભેદ ૩૪ પહેલા ગુણઠાણે સંભવે છે.
(૨) સાસ્વાદન ગુણઠાણે ક્ષાયોપથમિકભાવના (પ્રથમ ગુણસ્થાનકની જેમ જ) ૧૦ ભેદ, ઔદયિકભાવના “મિથ્યાત્વ" વિના ૨૦ ભેદ, અને પારિણામિકભાવના ભવ્યત્વ અને જીવત્વ એમ ૨ ભેદ, કુલ મૂલ ભાવ ૩, અને ઉત્તર ભાવ ૩૨ હોય છે.
(૩) મિશ્ર ગુણઠાણે પણ સાસ્વાદનની જેમ જ ક્ષાયોપથમિકના ૧૦, ઔદયિકના ૨૦ અને પારિણામિકના ૨, એમ ૩૨ ભેદ જ કાર્મગ્રન્થિક પ્રસિદ્ધ મત પ્રમાણે સંભવે છે. છતાં સ્વોપજ્ઞ ટીકામાં અને મહેસાણા પાઠશાળાની ગુજરાતી વિવેચનવાળી બુકમાં ૩૩ લખ્યા છે. ત્યાં “અવધિદર્શન” અને મિશ્ર નામનું સમ્યકત્વ આ બે ભેદ ક્ષાયોપથમિકભાવમાં વધારે લીધા છે. એટલે ક્ષાયોપથમિક ભાવના ૧૦ ને બદલે ૧૨, તથા ઔદયિકભાવમાંથી મિથ્યાત્વની જેમ અજ્ઞાન પણ ઓછું કરી ૧૯ ભેદ લીધા છે. તેથી ૧૨+૧૯+૨=૩૩ ભેદ કહ્યા છે. તે આ જ કર્મગ્રંથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org