Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૭
મિથ્યાત્વમોહનીયને ઉપશમાવવાથી જે ગુણ પ્રગટ થાય તે પ્રાથમિક ઔપથમિક સભ્યત્વ, અને દર્શન સમકને ઉપશમાવવાથી જે ગુણ પ્રગટ થાય તે શ્રેણી સંબંધી ઔપથમિક સમ્યકત્વ તથા શેષ ૨૧ પ્રકૃતિને ઉપશમાવવાથી જે ગુણ પ્રગટ થાય તે ઔપથમિક ચારિત્ર કહેવાય છે. ઔપથમિક સમ્યકત્વ ચોથા ગુણઠાણાથી અગિયારમા ગુણઠાણા સુધી હોય છે. જ્યારે ઔપશમિક ચારિત્ર તો માત્ર ઉપશમશ્રેણીમાં જ આવે છે. આ ઔપશમિકભાવ કાળે દર્શનસપ્તકનો તથા ૨૧ ચારિત્રમોહીનીયનો રસોદય કે પ્રદેશોદય સંભવતો નથી. આ ભાવ મોહનીયકર્મનો જ હોય છે.
(૨) રસોડામાં સળગતા અગ્નિને તેની ઉપર પાણી નાખીને જેમ બુઝવી દેવામાં આવે તેમ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતકર્મોનો સંપૂર્ણપણે નાશ કરવાથી જે સ્વરૂપ પ્રગટ થાય તે ક્ષાયિકભાવ. આ ભાવ પણ જીવને જ હોય છે. તેના ૯ ભેદ છે. જે આગળની ગાથામાં આવે છે. આ ભાવ ચોથાથી ચૌદમા ગુણસ્થાનક સુધી છે. અને આ ભાવ ચારે ઘાતકર્મોનો હોય છે. (તથા ચાર અઘાતી કર્મોનો પણ ક્ષાયિકભાવ હોય છે. પરંતુ તે કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલું સ્વરૂપ મુક્તિકાલે જ આવે છે. તેથી અહીં તેની વિવક્ષા કરી નથી.)
(૩) રસોડામાં સળગતા અગ્નિમાંથી બે-ચાર લાકડાં કાઢી નાખી તેના તાપને હળવો કરાય તેમ જ્ઞાનાવરણીય િચાર ઘાતકર્મોનાં ઉદયમાં આવેલા કર્મદલિકને વિપાકથી)હળવાં કરી, ઉદય) દ્વારા ભોગવી ક્ષય કરવો અને અનુદિત કર્મો ઉદીરણા - અપવર્તના આદિ દ્વારા ઉદયમાં આવવાની શક્યતાવાળાં જે છે તેને ત્યાં જ દબાવી દેવા, ઉદયમાં ન આવવા દેવાં ત મિશ્ર-ક્ષયોપશમભાવ કહેવાય છે. આ ભાવ ચાર ઘાતી કર્મોનો જ હોય છે અને જીવને જ હોય છે. તેના ૧૮ ભેદ છે.
(૪) પૂર્વે બાંધેલાં કર્મોના ઉદયથી થયેલી અવસ્થાને ઔદયિકભાવ કહેવાય છે. કર્મોની ઉદયજન્ય અવસ્થા તે ઔદયિકભાવ. આ ભાવના ૨૧ ભેદ છે. આ ભાવ આઠે કર્મોનો હોય છે. તથા આ ભાવ મુખ્યત્વે જીવને જ હોય છે છતાં જીવના સંબંધને લીધે અજીવને પણ ઔદયિકભાવ કહેવાય છે. જે આગળની ગાથામાં સમજાવવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org