Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૮
ત્રિકસંયોગી દસ ભાંગામાંનો છેલ્લો અર્થાત્ છવીસમાંથી વીસમા નંબરનો ભાંગો “ક્ષાયોપશમિક-ઔદયિક-અને પારિણામિક” એવા પ્રકારનો ભાંગો મિથ્યાત્વી અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા સાત ગુણઠાણા સુધીના સર્વ જીવોને હોય છે. તે આ પ્રમાણે મિથ્યાત્વી તથા ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા જીવોને મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન એ જ ત્રણ અજ્ઞાન તથા મનઃપર્યવ જ્ઞાન, ત્રણ દર્શન, પાંચ લબ્ધિ, સત્વ, દેશવિરતિ, સર્વવિરતિ ઈત્યાદિ ગુણો યથાયોગ્ય જે હોય છે તે બધો શાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમભાવ કહેવાય છે. દેવગતિ-દેવાયુષ્ય, વૈક્રિયશરીર-વૈક્રિય અંગોપાંગ પંચેન્દ્રિય જાતિ. ઈત્યાદિ અઘાતીકર્મોનો તથા મિથ્યાત્વાદિ મોહનીયનો જે ઉદય હોય છે તે ઔદિયકભાવ કહેવાય છે. તથા ભવ્યત્વ જીવત્વ અને અભવ્યજીવોમાં રહેલું અભવ્યત્વ એ પારિણામિકભાવ છે. આ ત્રિસંયોગી ભાંગો જેમ દેવગતિ આશ્રયી વિચાર્યો તેમ નરક-તિર્યંચ અને મનુષ્ય ગતિ આશ્રયી પણ સમજી લેવો. ફક્ત તે તે ગતિમાં યથાયોગ્ય સંભવતી પ્રકૃતિઓનો ઉદય બદલાય છે. આ પ્રમાણે આ એક (ત્રિસંયોગી ભાંગો) ચાર ગતિ આશ્રયી ચાર પ્રકારે કહેવાય છે.
એ જ રીત પ્રમાણે ચતુસંયોગી પાંચ ભાંગામાંના છેલ્લા બે ભાંગા. એટલેકે ૨૪-૨૫ મા ભાંગા પણ ચારે ગતિમાં સંભવે છે. ત્યાં ૨૪ મો ભાંગો ઔપમિક ભાવયુક્ત હોવાથી ઔપશમિક સમ્યક્ત્વવાળા ચારે ગતિના જીવોને હોય છે. અને ૨૫ મો ભાંગો ક્ષાયિકભાવયુક્ત હોવાથી ક્ષાયિક સમ્યક્ત્વવાળા ચારે ગતિના જીવોને આશ્રયી હોય છે. આ રીતે આ ૨૦, ૨૪, ૨૫ ત્રણ ભાંગાના જ (ચાર ગતિ આશ્રયી) બાર ભાંગા થાય છે.
તથા ત્રિસંયોગીમાં નવમો ભાંગો અર્થાત્ છવીસમાંથી ૧૯ મો ભાંગો કેવલી ભગવાનને હોય છે. કારણ કે કેવલી ભગવાનને તેરમા-ચૌદમા ગુણઠાણે ક્ષાયિકભાવે કેવલજ્ઞાન-કેવલદર્શનાદિ નવ ભેદો, ઔયિકભાવે મનુષ્યગતિપંચેન્દ્રિય જાતિ-ઔદારિકશરીર-સંઘયણ-સંસ્થાન આદિ, અને પારિણામિક ભાવે જીવત્વાદિ હોય છે. આ ભાંગો માત્ર કેવલીને જ હોવાથી શેષ ત્રણ ગતિમાં ઘટતો નથી તેથી તેનો એક જ પ્રકાર કહેવાય છે.
૬૭॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org