Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 228
________________ ૨૨૭ સ્થાનમાં સંભવનારા ૩ એમ કુલ ૧૫ ભાંગા સંભવે છે. આ હકિકત આગળ આવનારી ગાથામાં સમજાવે છે. ૬૬. चउ चउगइसु मीसग, परिणामुदएहिं चउ सखइएहिं । उवसमजुएहिं वा चउ, केवलिपरिणामुदयखइए ॥ ६७ ॥ (चत्वारश्चतसृषु गतिषु, मिश्रकपारिणामिकौदयिकैश्चत्वारः सक्षायिकैः । उपशमयुतैर्वा चत्वारः, केवली पारिणामिकौदयिकक्षायिके ॥६७ ॥) શબ્દાર્થવર = ચાર ભાંગા, ૩વસમનુ = ઉપશમયુક્ત, વડવું =ચારે ગતિમાં, વા=અથવા, મૌસTHપરિણામુહિં = મિશ્ર, વડ=ચાર ભાંગા, પરિણામિક અને ઔદયિક સાથે, વેતિ = કેવલીભગવંતો, વડ = ચાર ભાંગા, પરિણામુરઘ = પારિણામિકસઉર્દિ = ક્ષાયિક સાથે, | ઔદયિક અને ક્ષાયિકભાવમાં હોય છે. ગાથાર્થ - ક્ષાયોપથમિક - પરિણામિક અને ઔદયિક એમ ત્રિસંયોગી સાન્નિપાતિકભાવના ચાર ગતિ આશ્રયી ચાર ભાંગા, ક્ષાયિક સાથે તે ચતુઃસંયોગી થાય તેના તથા ઉપશમ સાથે પણ ચતુઃસંયોગી થાય તેના ચાર ગતિ આશ્રયી ચાર ચાર ભાંગા થાય. તથા કેવલી પારિણામિક ઔદયિક અને ક્ષાયિકભાવમાં હોય છે. || ૬૭ | વિવેચન - સાન્નિપાતિક ભાવના છ ભેદો સંભવે છે. પાછળ આવેલ ૬૬ મી ગાથામાં જે ૨૬ ભેદો આપ્યા છે. તેમાંથી ૭, ૧૯ અને ૨૬, આ ત્રણ નંબરવાળા ભાંગા તો એકજ સ્થાને સંભવતા હોવાથી તે ત્રણનો એકેકે ભેદ ગણાય છે. જ્યારે ૨૦-૨૪-૨૫ આ ત્રણ ભાંગા ચારે ગતિમાં સંભવે છે. તેથી આ ત્રણ ભાગાને ચાર વડે ગુણતાં ૩૮૪=૧૨ ભાંગા થાય છે. તેમાં પૂર્વોક્ત ત્રણ (૭-૧૯૨૬) ઉમેરતાં કુલ ૧૫ ભેદો સંભવે છે. જો કે મુળ તો છ જ ભેદો સંભવે છે અને ૨૦ અસંભવિત છે. તો પણ ગતિ આશ્રયી જુદા જુદા ગણતાં છ ના જ ૧૫ ભેદ થાય છે તે સંભવે છે. શેષ ૨૦ સંભવતા નથી. ત્યાં ૨૦-૨૪-૨૫ નંબરવાળા ત્રણે ભાંગા ચારે ગતિ આશ્રયી ચાર-ચાર ગણાય છે. તે આ ગાળામાં સમજાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292