Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૩
જાણવી. મતિ-શ્રુત-અવધિ-મનઃપર્યવ એમ ચાર જ્ઞાન, મતિ-શ્રુત અને વિભંગ એમ ત્રણ અજ્ઞાન, ચક્ષુ-અચક્ષુ અને અવિધ એમ ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિ, સમ્યક્ત્વ, દેશિવરતિ અને સર્વવિરતિ એમ કુલ ૧૮ ભેદો ક્ષાયોપમિકભાવના છે. અહીં ત્રણ અજ્ઞાનને પણ ક્ષયોપશમભાવના ભેદ સ્વરૂપે જે કહ્યાં છે તેનું કારણ એ છે કે આ ત્રણ અજ્ઞાનોની પ્રાપ્તિ પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વિશેષથી જ થાય છે. ફક્ત તેમાં મિથ્યાત્વમોહનો ઉદય ભળેલ હોવાથી અજ્ઞાનતા કહેલી છે.પરંતુ હકીકતથી તો એકાન્તદૃષ્ટિવાળું પણ જ્ઞાન જ છે. જ્ઞાનાભાવ નથી. જ જ્ઞાનાભાવરૂપ અજ્ઞાનતા લઈએ તો તે જ્ઞાનાવરણીય કર્મના ઉદયસ્વરૂપ હોવાથી ઔદિયકભાવમાં ગણાય છે.
૫૬૫ ॥
अन्नाणमसिद्धत्ता-संजमलेसाकसायगइवेया ।
मिच्छं तुरिए भव्वा भव्वत्तजिअत्तपरिणामे ॥ ६६ ॥
(अज्ञानमसिद्धत्वासंयमलेश्याकषायगतिवेदाः ।
मिथ्यात्वं चतुर्थे भव्याभव्यत्वजीवत्वानि पारिणामिके ॥ ६६ ॥)
अन्नाणं
असिद्धत्त असंजम =
=
અસિદ્ધત્વ,
અસંયમ,
सा = છ લેશ્યા,
कसाय
=
અજ્ઞાનત્વ,
=
= ચાર કષાય,
गइ ચાર ગતિ,
શબ્દાર્થ
વેયા
મિર્જી
ત્રણ વેદો, મિથ્યાત્વ, તુરિ = ચોથાભાવમાં,
भव्वाभव्वत्त |जिअत्त
=
Jain Education International
=
= ભવ્યત્વ-અભવ્યત્વ,
= જીવત્વ,
પરિળામે=પારિણામિકભાવના ભેદ છે.
ગાથાર્થ - અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, છ લેશ્યા, ચાર કષાય, ચાર ગતિ, ત્રણ વેદ અને મિથ્યાત્વ એમ ૨૧ ભેદો ચોથા ભાવના ભેદ છે. તથા ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ એમ ત્રણ પારિણામિક ભાવના ભેદો છે. ૬૬.
વિવેચન - હવે ઔદયિક ભાવના ભેદો સમજાવે છે. કુલ ૨૧ ભેદો છે. અજ્ઞાનત્વ એ જ્ઞાનાવરણીયના ઉદયજન્ય પણ છે. કારણ કે અણસમજ, મૂર્ખતા, જડતા, જ્ઞાનાભાવ રૂપ જે અજ્ઞાનતા છે. તે જ્ઞાનાવરણીયના ઉદયજન્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org